Loading Please Wait !!!
રાજકોટમાં ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોનું સ્નેહ મિલન

સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરના મુંજકા ખાતે આવેલી નંદનવન હોટલ ખાતે ગત તા. ૨૬ મેના રોજ ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર્સ, સાઉન્ડ રેકોર્ડિંગ સ્ટુડિયોના સંચાલકો અને ડીલરોનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં સ્ટુડિયો સંગીતા, શ્રી રામ ટેલિફિલ્મ્સ, સ્ટુડિયો ત્રિલોક, સ્ટુડિયો રિધમ, અશોક સાઉન્ડ, શ્રી રામદૂત મ્યુઝિક, સ્ટુડિયો તીરથ, સ્ટુડિયો પૂનમ, સ્ટુડિયો રાધા, વ્રજ ઓડિયો, ચાંદની મ્યુઝિક, ફોરચ્યુન ઈલેક્ટ્રોનિક્સ અને સ્ટુડિયો શિવ સહિતના અનેક નિર્માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મિલન દરમિયાન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના વિકાસ અને ભવિષ્યની વ્યૂહરચનાઓ અંગે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ સફળ આયોજન બાદ આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રની નામાંકિત મ્યુઝિક કંપનીઓના સંચાલકોનું રાજકોટમાં વિશાળ સંમેલન યોજવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્ટુડિયો ત્રિલોકના વિજયભાઈ બુદ્ધદેવ, રામ ટેલિફિલ્મ્સના સંજયભાઈ પટેલ અને ગિરિરાજસિંહજી જાડેજાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.