Loading Please Wait !!!
રાજકોટ મહાપાલિકામાં TPO અમી પટેલ ATP રેનિશ વાછાણી TRP કાંડ-2ની રાહમાં?

■કાંડનો બીજો અધ્યાય; મનપા અધિકારીઓ સામે આરોપોની આગ
■ રહેણાંકમાંથી મંજૂરી વગરનું કોમર્શિયલ રૂપિયા લઈ ઉભું થઈ ગયું ?
■ સામાકાંઠા વિસ્તારમાં નેતાઓ અધિકારીઓની મિલીભગતથી 50% બાંધકામો ગેરકાયદે
■ નોટિસની ઐસીતૈસી આખેઆખું બિલ્ડિંગ ગેરકાયદેસર નીકળ્યું: તંત્રનું ભેદી મૌન

સિટી ન્યૂઝ@રાજકોટ

ટીપી વિભાગની બેદરકારીના કારણે સંત કબીર રોડ પર એક ત્રણ મંજિલની ઈમારતમાં આગ લાગતા દુકાનો ભસ્મીભૂત થઈ ગઈ છે. અને આ ઈમારત મંજૂરી અને પ્લાન મૂક્યા વગર રહેણાંકમાંથી ગેરકાયદેસર કોમર્શિયલ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ફરી એક વખત ટીપી વિભાગની ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.

શહેરના સંત કબીર રોડ ઉપર આવેલ જય મહાવીર સેલ્સ નામની ઇમિટેશન જવેલરીની દુકાનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડે મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ બનાવ સ્થળની તપાસ કરતા જાણવા મળ્યું કે, ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડિંગ ગેરકાયદેસર છે અને આ મુદ્દે સ્ટેશન ઓફિસર જાડેજાએ જણાવ્યું કે, ૧૫ દિવસ પહેલાં બાંધકામ પ્લાન અને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ આપવામાં આવી હતી. છતાં આજ સુધી જવાબ રજૂ કરવામાં આવ્યો નથી.

આ ત્રણ માળનું બિલ્ડિંગ પહેલાં રેસિડેન્ટ હતું અને તેની જગ્યાએ કોમર્શિયલ કરવામાં આવ્યું છે જેના માટે ટીપી વિભાગમાં પ્લાન મૂકવામાં નથી આવ્યો અને ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું છે. આ ઈમારત ૯ મીટરની વ્યાખ્યામાં આવતી હોવાથી ફાયર એનઓસીની જરૂર નથી રહેતી, પરંતુ બાંધકામ પરવાનગી માટે પ્લાન મૂકવાનો હોય છે જે ન મૂકતા ફાયર એનઓસીની નોર્મ્સ નક્કી ન થાય, પરંતુ ઈમારતમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો પણ ન હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આથી હાલ બાંધકામ પ્લાન અને ફાયર સેફ્ટી અંગે નોટિસ આપવામાં આવી છે.