Loading Please Wait !!!
ભાવનગરમાં ST બસે ફૂટપાથ પર બેઠેલા લોકોને કચડ્યા: માતા-પુત્રીનું કરુણ મોત

 

  • ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી વખતે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

  • રામધરી સણોસરાના લલીતાબેન પરમાર અને પુત્રી સોનિયાનું ઘટનાસ્થળે જ નિધન

  • ઠોડા-ઉમરાળાના મધુબેન વાઘેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર શહેરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડ નજીક આજે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. મુસાફરો ભરીને ડેપોમાંથી રવાના થયેલી એસટી બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ સીધી જ ફૂટપાથ પર ચડી ગઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં વાહનની રાહ જોઈને ફૂટપાથ પર બેસેલા નિર્દોષ માતા અને તેમની 7 વર્ષની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાંથી સિહોર-ટાણા-વરલ રૂટની એસટી બસ નિયત સમયે મુસાફરો લઈને બહાર નીકળી રહી હતી. ગેટ બહાર નીકળતી વખતે જ પૂરપાટ ઝડપે દોડતી બસની બ્રેક ન લાગતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બસ સીધી જ ફૂટપાથ પર બેઠેલા નિર્દોષ મુસાફરો પર ફરી વળી હતી અને આગળ જઈને ભરૂચા ક્લબની પાકી દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

આ ભયાનક અકસ્માતમાં ભાવનગર જિલ્લાના રામધરી સણોસરા ગામના વતની 28 વર્ષીય લલીતાબેન ગુલાબસિંહ પરમાર તેમજ તેમની 7 વર્ષની દીકરી સોનિયાબેન ગુલાબસિંહ પરમારનું કચડાઈ જવાથી કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટનાના પગલે સ્થળ પર ઉપસ્થિત પરિજનો અને લોકોમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ અકસ્માતમાં અન્ય 1 મહિલા ઠોડા-ઉમરાળાના વતની મધુબેન લાલજીભાઈ વાઘેલા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી બસને ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ભાવનગરમાં ST બસે માતા-પુત્રીને કચડ્યા

ભાવનગર એસટી બસ સ્ટેન્ડ બહાર સિહોર રૂટની બેકાબૂ બસે ફૂટપાથ પર બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં સણોસરાના લલીતાબેન પરમાર અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 1 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે બસ જ