Loading Please Wait !!!
TRP અગ્નિકાંડ : 27 જિંદગીઓ ખાખ આરોપીઓ જામીન પર

રાજકોટ સહિત દેશભરના લોકોને હચમચાવી મૂકનારી TRP ગેમઝોન અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. ૨૫ મે, ૨૦૨૪ની એ સાંજ જીવ ગુમાવનારા ૨૭ લોકોના પરિવારજનો અને રાજકોટવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. TRP ગેમઝોનમાં અચાનક લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જોતજોતામાં ૨૭ લોકો ભડથું ગયા હતા. હૃદયદ્રાવક આ બનાવની આજે બીજી વરસી છે. ઘટના સમયે આરોપીઓને કડકમાં કડક સજા અને પરિવારજનોને ઝડપી ન્યાયના દાવાઓ થયા. પરંતુ, આજે સ્થિતિ એ છે કે, ૨૭ હતભાગીઓના પરિવારજનો ન્યાયની રાહમાં છે અને તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે.

બે વર્ષ દરમિયાન ક્યારે શું થયું?

તારીખ વિગત
૨૫ મે, ૨૦૨૪ આગ લાગતા ૨૭ લોકોના મોત
૨૬ મે, ૨૦૨૪ ગેમઝોન સાથે સંકળાયેલ લોકોની પૂછપરછ શરૂ કરાઈ
૨૭ મે, ૨૦૨૪ હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થતા RMCના ૮ અધિકારી સસ્પેન્ડ, મનપા અને પોલીસ કમિશનરની બદલી
૨૯ મે, ૨૦૨૪ યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી
૩૧ મે, ૨૦૨૪ ગૌતમ જોશી, મુકેશ મકવાણા, મનસુખ સાગઠીયાની ધરપકડ
૧ જૂન, ૨૦૨૪ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે ACBમાં અપ્રમાણસર મિલકત હેઠળ ફરિયાદ દાખલ
૭ જૂન, ૨૦૨૪ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ સમયના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી
૮ જૂન, ૨૦૨૪ TPO મનસુખ સાગઠીયા સામે વધુ એક ફરિયાદ દાખલ
૧૦ જૂન, ૨૦૨૪ ગેમઝોનના ત્રણ સંચાલક અને એક મેનેજરને જેલ હવાલે કરવામાં આવ્યા
૧૧ જૂન, ૨૦૨૪ ડે. ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાને સસ્પેન્ડ કરવામાં આવ્યા
૧૬ જૂન, ૨૦૨૪ ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ
૧૯ જૂન, ૨૦૨૪ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત સંબંધે ACBમાં ફરિયાદ દાખલ
૨૨ જૂન, ૨૦૨૪ રાજકોટ મનપાના CFO ઈલેશ ખેર, DY.CFO ભીખા ઠેબા અને વેલ્ડિંગ કામનું સુપરવિઝન કરનાર મહેશ રાઠોડની ધરપકડ
૨૩ જુલાઈ, ૨૦૨૪ ૩૪૫ સાક્ષીઓના નિવેદન સાથે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાયું
૧૭ જુલાઈ, ૨૦૨૫ ઘટનાના ૪૧૮માં દિવસે કેસ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો
૧૨ જૂન, ૨૦૨૬ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે

ક્યા આરોપી ક્યારે જામીન મળ્યા?

તારીખ વિગત
૩ ડિસેમ્બર, ૨૦૨૫ ધવલ ઠક્કરના જામીન મંજૂર
૨૧ નવેમ્બર, ૨૦૨૫ નીતિન લોઢાના જામીન મંજૂર
૨૬ નવેમ્બર, ૨૦૨૫ યુવરાજસિંહ સોલંકીના જામીન મંજૂર
૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ મનસુખ સાગઠીયાના જામીન મંજૂર (TRP કેસ)
૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ મનસુખ સાગઠીયાના જામીન મંજૂર (ACB કેસ)
૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ કિરીટસિંહ જાડેજાના જામીન મંજૂર
૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ મુકેશ મકવાણા જામીન મંજૂર
૧૭ જુલાઈ, ૨૦૨૫ ઈલેશ ખેરના જામીન મંજૂર
જુલાઈ, ૨૦૨૫ ભીખા ઠેબાના જામીન મંજૂર
૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ રાજેશ મકવાણાના જામીન મંજૂર
૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ગૌતમ જોશીના જામીન મંજૂર
૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ જયદીપ ચૌધરીના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 27 લોકો

  • સત્યપાલસિંહ જાડેજા, સ્મિત વાળા, સુનીલ સિદ્ધપુરા, ડિજેશ ગઢવી

  • ઓમદેવસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જાડેજા, આશાબેન કથડ, સુરપાલસિંહ જાડેજા

  • જયંત ધોરિયા, હિમાંશુ પરમાર, ધર્મરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા

  • દેવાંશી જાડેજા, શત્રુઘ્નસિંહ ચુડાસમા, નીરવ વેકરિયા, વિવેક દુસાસા

  • ખુશાલી દુધાગરા, અક્ષય ઢોલરિયા, ખ્યાતિ સાવલિયા, કવિતા સાવલિયા

  • તિશા મોડાસિયા, પ્રકાશ જૈન(હિરણ), કલ્પેશ બગડા, રાજભા ચૌહાણ

  • મિતેશ જાદવ, મોનુ કૈલાશ ગૌડ, નવજિતસિંહ જાડેજા

16 આરોપીઓ સામે ફરિયાદ

  • ધવલ ભરત ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરા જૈન

  • યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન લોઢા જૈન (મૂળ), મનસુખ બાબુભાઈ સાગઠીયા

  • ગૌતમ કલ્યાણભાઈ જોષી, મુકેશભાઈ રામજીભાઈ મકવાણા, રોહિત વિગોરા, જયદીપ બાબુભાઈ ચૌધરી

  • રાજેશભાઈ બચુભાઈ મકવાણા, ઈલેશ વાઘજીભાઈ ખેર, ભીખા ભુલાભાઈ ઠેબા, મહેશ બચુ રાઠોડ