TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં બે ATPને રાહત, હાઈકોર્ટનો સ્ટે અને ભથ્થું ચૂકવવાનો આદેશ
- મહાપાલિકાએ બે ATPને બરતરફ કરતા કર્મચારીઓ કોર્ટમાં ગયા હતા
- ATP મૂકેશ મકવાણા અને રાજેશ મકવાણાને 8 જુલાઈ 2026ના રોજ નોકરીમાંથી બરતરફ કરતાં બન્ને ATP હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
- હાઈકોર્ટે સ્ટે આપી સસ્પેન્શન હેઠળ ભથ્થું ચૂકવવા આદેશ કર્યો
- મનપાને નોટિસ ઇશ્યૂ કરી આગામી સુનાવણી 7 ઓગસ્ટ પર મુકરર કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તભંગ અને બેદરકારીના પગલાં લઈ જાતાકીય તપાસના આદેશો આપવામાં આવ્યા હતા અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં ATP મુકેશ સમજીભાઈ મકવાણા અને રાજેશ નરશીભાઈ મકવાણાને ૮ જુલાઈ ૨૦૨૬ના રોજ નોકરીમાંથી બદતرف કરવામાં આવ્યા હતી જેની સામે બન્ને ATP દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવી કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની સામે જે જાતાકીય તપાસ કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ખામીયુક્ત અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે. બન્ને પક્ષની દલીલોના અંતે હાઈકોર્ટ દ્વારા બરતરફ ઓર્ડર પર સ્ટે આપી હાલ બન્નેને સસ્પેન્શન હેઠળ ગણી નિયમ મુજબ ભથ્થાની ફાળવણી કરવા હુકમ કર્યો છે આ સાથે મનપાને નોટિસ ઇશ્યુ કરી આગામી વધુ સુનાવણી ૭ ઓગસ્ટના રોજ મુકરર કરી છે.
ATPએ પોતાના એડવોકેટ મારફત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા માત્ર એકતરફી કાર્યવાહી કરીને તેમને પોતાનો બચાવ કરવાની કોઈ જ યોગ્ય તક
પૂરી પાડી ન હતી. કાયદાકીય જોગવાઈઓ મુજબ કોઈ પણ કર્મચારીને મોટી સજા ફટકારતા પહેલા તેમને તપાસ અહેવાલની નકલ આપવી ફરજિયાત હોજ છે પરંતુ આ કેસમાં કોર્પોરેશન દ્વારા તેમને ઇન્ક્વાયરી રિપોર્ટ આપવામાં આવ્યો ન હતો. માટે જો તપાસનો રિપોર્ટ જ ન આપવામાં આવે તો તેઓ પોતાના બચાવમાં અસરકારક રજૂઆત કેવી રીતે કરી શકે? આ કેસમાં તેઓ નિર્દોષ હોવા છતાં, તંત્ર દ્વારા જોરુકુમી વાપરીને તેમની વર્ષોની લાંબી અને નિષ્ઠાવાન સેવાને અંતવંત અપમાનજનક રીતે અંત લાવી દેવામાં આવ્યો છે. એક સરકારી કે કર્મચારી તરીકે તેમને જે મૂળભૂત બંધારણીય અને કાનૂની રક્ષણ મળવાપાત્ર છે, તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભંગ કરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દાઓને આધારે તેઓએ હાઈકોર્ટ સમક્ષ બરતરફીના હુકમને ગેરકાયદેસર ઠેરવી તેને રદ કરવાની માંગણી કરતી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે બીજી શોકોઝ નોટિસ આપતી વખતે અને અંતિમ બરતરફીનો આદેશ કરતા પહેલાં
તપાસ રિપોર્ટ ન આપીને કોર્પોરેશને સ્પષ્ટ રીતે ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કર્યો છે, જે આ હુકમને કાયદાકીય દ્રષ્ટિએ રદબાતલ ઠેરવવા માટે પૂરતો આધાર છે. સામા પક્ષે, કોર્પોરેશનના વકીલોની રજૂઆતથી પણ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે પ્રશાસનિક પ્રક્રિયામાં ગંભીર ત્રુટિ રહી ગઈ છે. કોઈપણ કર્મચારીને નોકરીમાંથી કાયમી ધોરણે દૂર કરવા જેવી આફરી સજા ફટકારતા પહેલાં તેમને રિપોર્ટની નકલ ન આપવી એ ભારતીય ન્યાય પ્રણાલીની પ્રસ્થાપિત જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન છે.
જસ્ટિસ નિરલ આર. મહેતાએ બંને પક્ષની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ અને કેસના તમામ રેકર્ડની રીનાવતભરી તપાસ કર્યા બાદ નોંધ્યું હતું કે અરજદારોની રજૂઆતમાં પ્રથમદર્શી રીતે તથ્ય રહેલું છે. કોર્ટે એ બાબતમાં ગંભીર નોંધ લીધી કે અરજદારોને ઇન્ક્વાયરી રિપોર્ટ આપ્યા વિના જ તેમની બરતરફી અને રૂખસાડીનો હુકમ કરવામાં આવ્યો છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ નિર્વિવાદ હકીકતોને ધ્યાનમાં રાખીને કોર્ટે તારા કાઢ્યું કે આ સમગ્ર માંભલે ઇંડી તપાસ અને વધુ સુનાવણી માંગી લે છે, કારણ કે વહીવટી તંત્રની આવી કાર્યવાહી સ્વીકારી શકાય નહીં.