Loading Please Wait !!!
શહેર કોંગ્રેસ પ્રવક્તા તુષિત પાનેરીએ 23માં મેયર સહિતના પદાધિકારીઓને પાઠવી શુભેચ્છા

» ડો. નેહલ શુક્લ લોકપ્રશ્નોને વાચા આપી ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ ચલાવે તેવી આશા

» ડેપ્યુટી મેયર દક્ષા વસાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાને પણ અભિનંદન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ૨૩મા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી થતા તેમને વિવિધ રાજકીય પક્ષો અને આગેવાનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રવક્તા તુષિત પાનેરીએ નવનિયુક્ત મેયર સહિતની ટીમને શુભેચ્છા પાઠવી છે અને તેમની પાસેથી રાજકોટના હિતમાં પ્રજાલક્ષી કાર્યોની અપેક્ષા વ્યક્ત કરી છે.

કોંગ્રેસ પ્રવક્તા તુષિત પાનેરીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ સ્વ. ચીમન શુક્લના પુત્ર ડો. નેહલ શુક્લની રાજકોટના મેયર તરીકે પસંદગી થઈ છે. ગત ટર્મમાં કોર્પોરેટર તરીકે તેમણે હંમેશા જન સુખાકારી માટે અવાજ ઉઠાવ્યો છે. હવે જ્યારે તેઓ રાજકોટના પ્રથમ નાગરિક બન્યા છે, ત્યારે સામાન્ય લોકોના રોજિંદા અને પાયાના પ્રશ્નોને યોગ્ય રીતે વાચા આપે તેવી આશા છે. આ ઉપરાંત, મહાનગરપાલિકાનો વહીવટ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર મુક્ત અને સુચારુ રીતે ચલાવવામાં આવે તેવી રાજકોટની જનતા અપેક્ષા રાખી રહી છે.

મેયર ડો. નેહલ શુક્લ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત ડેપ્યુટી મેયર દક્ષા વસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાને પણ પદભાર સંભાળવા બદલ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ નવી ટીમ રાજકોટ શહેરના વિકાસમાં સકારાત્મક અને પારદર્શક યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરાઈ છે.