વાસાવડના વ્યાજખોરે પડાવી લીધેલી 22 લાખની વસ્તુઓ અરજદારોને એસપીએ પરત અપાવી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ ડામવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે સુલતાનપુર પોલીસે વાસાવડના વ્યાજખોર હનીફ ઉર્ફે કાળુ ઈસ્માઈલભાઈ સલાટ સામે મનીલેન્ડ એક્ટ હેઠળના ત્રણ જેટલા ગુના દાખલ કર્યા હતા તેમજ અન્ય ભોગ બનનાર લોકોને પણ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું પોલીસેએ ગુના નોંધી વ્યાજખોરની ધરપકડ કરી જેલહવાલે કરી દીધો હતો તે જામીન ઉપર મુક્ત થયા બાદ લોકોની પડાવી લીધેલી વસ્તુઓ ભોગ બનનારને પરત અપાવવા એસપીની રાહબરીમાં એસપી કચેરી ખાતે ભોગ બનનાર અરજદારોને રૂબરૂ બોલાવી તેમની કિંમતી વસ્તુઓ પરત અપાવી હતી પોલીસે ૧૪.૬૯ લાખના સોનાના દાગીના, દોઢ લાખના ચાંદીના દાગીના, ૨૦ આરસી બુક, દોઢ લાખની ત્રણ રીક્ષા, ૩ લાખનું એક વાહન , રોકડા ૧.૨૫ લાખ, ૬ લાખનો દસ્તાવેજ અને ૨૩ ચેક જેમાં ૮ ચેક રકમ ભરેલા હતા તે તમામ વસ્તુઓ પરત અપાવી હતી