Loading Please Wait !!!
નવનાત વણિક સમાજ દ્વારા 16મેથી (NNVS કલબ)નો પ્રારંભ કરાશે

  • માત્ર રૂ. 210માં પરિવારના ચાર સભ્યોને એન્ટ્રી : એક વર્ષમાં 9 થી વધુ કાર્યક્રમ અપાશે 

સિટી ન્યૂઝ@રાજકોટ : નવનાત વણિક સમાજ દ્વારા તા. ૧૬-૫-૨૦૨૬થી નવનાત વણિક સમાજ કલબ (એનએનવીએસ કલબ)નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. રાજકોટ સીટી ન્યુઝ ચેનલ ખાતે વિગતો  વર્ણવતા કલબના આગેવાનોએ જણાવ્યુ્ હતુ કે નવ નાત વણિક સમાજે સફળતાના ૯૦૦ દિવસો પૂર્ણ કરેલ છે. જેના ભાગરૂપે એનએનવીએસ કલબનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં ટોકન ફી રૂ.૨૧૦માં ચાર સભ્યોને મેમ્બપરશીપ અપાશે. 

વર્ષ દરમિયાન ૯ થી વધુ કાર્યક્રમોનો લાભ અપાશે. નવરાત્રી, ફેમીલી ટુર, ધાર્મિક દર્શન યાત્રા, અબોલજીવ અન્નદાન કાર્ય, સ્નેહ મિલન, મનોરંજન મ્યુઝીકલ પાર્ટી, ફની પાર્ટી, ડી.જે. પાર્ટી, શૈક્ષણિક તથા મેડીકલ અવેરનેસ કાર્યક્રમ તેમજ બાળકો માટે  સેમીનાર સહીતના કાર્યક્રમો આયોજીત કરાશે. નવરાત્રી દરમિયાન કલબના સભ્યો માટે નવદિવસીય આયોજન કરાશે. જેમાં ફકત ફુડ પાસ એકસ્ટ્રા  લેવાના થશે. ૧૧૦૦ પરિવારની નોંધણી થયે તુરંત નવરાત્રી માર્ગદર્શીકા જાહેર કરાશે. આ એનએનવીએસ કલબનો પ્રારંભ આગાતી તા. ૧૬ ના શનિવારે શ્રી જીરાવાલા પાર્શ્વનાથ દાદાના દર્શનથી કરાશે. આ રાજકોટથી શરૂઆત કરાઇ છે અને આગળ જતા વ્યાપ વધારી રાજકોટ જિલ્લામાં પણ ફલક વિસ્તારાશે.

વર્ણવતા નવનાત વણિક સમાજ કલબના આગેવાનો પ્રશાંતભાઇ શાહ, યોગેશભાઇ બાવીશી, સ્વીડટીબેન મહેતા, જીજ્ઞેશભાઇ વાગડીયા, નમ્રતાબેન શાહ, જસ્મીભનભાઇ દેસાઇ, રમીલાબેન શાહ, દીપાલીબેન વોરા સહિતના આગેવાનો જોડાયા હતા.