આહીર કલા મંચ : ગુજરાતી ગીતોનો કાર્યક્રમ યોજાયો
- » હેમુ ગઢવી મીની થિયેટરમાં યોજાયેલા આ સંગીતમય કાર્યક્રમમાં શ્રોતાઓ મધુર સુરોમાં રસતરબોળ થયા
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી દિનેશ બાલાસરા અને આહીર કલા મંચ દ્વારા ગત ૮ તારીખે હેમુ ગઢવી મીની થિયેટર ખાતે “ગમતાં ગુજરાતી ગીતો” શીર્ષક હેઠળ લોકજીભે ચડેલા લોકપ્રિય ગુજરાતી ગીતોનો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મનગમતાં ગીતો સાંભળીને શ્રોતાઓ સંગીતના રસમાં તરબોળ થયા હતા.
જાહેર જનતા માટે તદ્દન વિનામૂલ્યે યોજાઈ ગયેલા આ કાર્યક્રમમાં ખ્યાતનામ ગાયકો નિલેશ વસાવડા, જયેશ દવે, તૃપ્તિ દવે અને દીપ્તિ બાલાસરાએ પોતાના મધુર અવાજમાં લોકપ્રિય ગુજરાતી ગીતો રજૂ કરીને શ્રોતાઓની વાહ-વાહ મેળવી હતી.
આ સંગીત સંધ્યામાં હિતેશ દિહોરા, નિલોર્ક પરમાર, વિજય કારિયા, રાજદીપસિંહ જાડેજા, પરેશ પોપટ, અરૂણ દવે, મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા, પ્રીત ગોસ્વામી અને મયુર બુંદધેવ સહિતના અનેક મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમના સંગીત આયોજનમાં શૈલેષ પંડ્યા, હિતેશ પાઠક, સચિન શર્મા, દેવાંગ જાની, મહર્ષિ શિંગાળા અને ઓમ જાનીએ ખૂબ જ સુંદર સાથ આપ્યો હતો.