Loading Please Wait !!!
ACPના માસીયાઈ ભાઈ પર જીવલેણ હુમલો કરનાર સગીર સહિત બે સકંજામાં

=> સાધુ વાસવાણી રોડ વાહન અથડાયું ન હોવા છતાં છરી-સોડા બોટલોના ઘા કર્યાતા

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજીનગર શાક માર્કેટ પાસે મોટરસાઇકલ ચલાવવા જેવી સામાન્ય બાબતની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક વેપારી યુવક પર આયોજિત કાવતરું રચી, છરી અને કાચની બોટલો વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

રાજકોટના એ.સી.પી. બંગલોઝ વિસ્તારમાં રહેતા અને પેરાગાઉન્ટ પાર્ક ખાતે ડીટરજન્ટ લિક્વિડ બનાવવાનું કારખાનું ધરાવતા નૈતિક નયનભાઈ પરસાણીયા પર આ હુમલો કરવામાં આવ્યો છે ગઈકાલે સાંજના નૈતિક પરસાણીયા અને તેમનો માણસ હરીશભાઈ કાર લઈને ગોડાઉનથી નીકળ્યા હતા. ગેલેક્સી મંડપ સર્વિસ પાસે પહોંચતા એક કાળા કલરના નંબર પ્લેટ વગરના મોટરસાઇકલ ચાલકે તેમની ગાડીની એકદમ નજીકથી વાહન ચલાવી અકસ્માત સર્જવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે બોલાચાલી થતા સામા પક્ષના ચાલકે યુવકનો નંબર માંગ્યો જેથી તેને પેઢીનું કાર્ડ આપ્યું હતું. ત્યારબાદ યુવક ગુરુજીનગર શાક માર્કેટ પાસે પહોંચતા જ આરોપી નૈતિકનો ફોન આવ્યો હતો અને થોડી જ વારમાં તે પોતાના બે અજાણ્યા સાગરીતો સાથે ત્યાં ધસી આવ્યો હતો આરોપીઓ કાળા કલરના એક્ટિવા જેવા વાહન પર સોડાની બોટલોનો કેરેટ લઈને આવ્યા હતા અને આવતાની સાથે જ તેમણે યુવકના વાહન તરફ બોટલો ફેંકવાનું શરૂ કર્યું હતું. બચાવ કરવા માટે યુવક નીચે ઉતરતા જ બે શખ્સોએ નેફામાંથી છરીઓ કાઢી 'અમારા મિત્ર નૈતિક સાથે કેમ બોલાચાલી કરી?' કહી ગાળો ભાંડી હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી પતાવી દેવાની ધમકી આપી નાશી છુટ્યા હોવાનું જણાવી ચુક્યા. પોલીસે ગુનો નોંધી એક સગીર, નરેશ જગદીશ સમેયા સહિતના બેને ઝડપી લઈ ત્રીજાની શોધખોળ હાથ ધરી છે.