Loading Please Wait !!!
આંગણવાડીનો ‘માતૃશક્તિ’ માલ સ્ટાફ જ વેંચે છે !

=> શરમજનક કૌભાંડ; રાજકોટમાં પોષણ યોજનાનો કાળો વેપાર

=> બાળકોના ભોજન પર માફિયાનો કબ્જો : સ્ટિંગમાં આંગણવાડીનો ગોટાળો બેનકાબ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં આંગણવાડી યોજનામાં ગંભીર ગોટાળો સામે આવ્યો છે. ગરીબ બાળકો અને માતાઓ માટે આપવામાં આવતો બાલ શક્તિ અને માતૃ શક્તિનો પોષણ આહાર હવે કાળા બજારમાં વેચાઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. માહિતી મુજબ, આંગણવાડીમાંથી દરરોજ આ થેલાઓ ઘરે લઈ જવામાં આવે છે અને ત્યારબાદ એક હોન્ડા પર આવતો વ્યક્તિ ૨ થી ૩ થેલીઓ લઈ જતો હોવાનો ખુલાસો થયો છે. એટલે કે, ગરીબોના મોઢામાં જતો ભોજન વચ્ચે જ લૂંટી લેવામાં આવી રહ્યો છે. સિટી ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે, જેને કારણે આખી સિસ્ટમ પર સવાલો ઊભા થયા છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચીને પોષણ યોજના ચલાવે છે, પણ વચેટિયાઓ અને ભ્રષ્ટ તત્વો આ યોજનાને લૂંટી રહ્યા છે. હવે મોટો સવાલ એ છે કે ગરીબોના હકનો ભોજન કોણ ચોરી રહ્યું છે? જવાબદાર સામે કડક કાર્યવાહી ક્યારે થશે? રાજકોટમાં આ પ્રકારની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ચાલી રહી હોવાની ચર્ચાઓ છે. આવી પરિસ્થિતિમાં હવે મહાપાલિકા અને જવાબદાર તંત્રે કડક મોનિટરિંગ અને કાર્યવાહી કરવી અનિવાર્ય બની ગઈ છે.

આ થેલામાં શું હોય છે?

સામાન્ય રીતે આ પ્રકારના પેકેટમાં હોય છે ઘઉં, સોજી, મકાઈનો મિશ્રણ લોટ, સોયાબીન અથવા દાળનો પ્રોટીન મિશ્રણ, વિટામિન અને મિનરલથી ફોર્ટિફાઇડ પાવડર, ક્યારેક ખીચડી/શીરો બનાવવા માટે તૈયાર મિક્સ