Loading Please Wait !!!
અંબિકા ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડા-સ્ટેશનરીનું વિતરણ

» ગરમીથી રાહત આપવા શરબત અને પાણીની વિશેષ વ્યવસ્થા કરાઈ

» ભાજપ અને રઘુવંશી સમાજના આગેવાનોના હસ્તે વિતરણ કરાયું

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત પૂરી પાડવાના હેતુથી શ્રી અંબિકા ટ્રસ્ટ, કરણપરા ગરબી ચોક દ્વારા એક પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને રાહતભાવે ફુલસ્કેપ ચોપડા તેમજ સારી સ્ટાન્ડર્ડ કંપનીની સ્ટેશનરી MRP થી ૨૦ ટકા ડિસ્કાઉન્ટમાં આપવામાં આવી હતી.

શ્રી અંબિકા ટ્રસ્ટના આ સેવાકાર્યનો અંદાજિત ૩૫૦૦ કુટુંબોએ લાભ લીધો હતો. ઉનાળાની ફાળઝાળ ગરમીમાં લાભાર્થીઓને અને આવનાર દરેક વ્યક્તિને રાહત મળે તે માટે ટ્રસ્ટ દ્વારા શરબત તથા ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભાજપના આગેવાન વિશાલ, દીપક, જગદીશ જાદવ, રાજેન્દ્રસિંહ જાડેજા, રાજુ જોષી, હરેશ સોલંકી, હેમ ચૌહાણ, નારણ ડાભી, મયુરસિંહ હેરમા, પ્રવીણ ચાવડા, અનિલ સિંહ અને રસીક ગોધરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રઘુવંશી સમાજના અગ્રણી જગદીશ કોટેચા, મયંક પારેખ, પ્રિતેશ પોપટ, ભુપત પોબારું, જનુ પુજારા તેમજ રઘુવંશી યુવા શક્તિ સંઘના ધવલ કાછેલા, વિશાલ કોટક અને રામ લાલવેતાના હસ્તે ચોપડા અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી અંબિકા ટ્રસ્ટ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.