Loading Please Wait !!!
બંધ કરો અંધશ્રદ્ધાનો ખેલ કેન્સર ઠીક કરવાની વાતો હવામાં ગોળીબાર!

=> અંધશ્રદ્ધાનો કુંભમેળો | બાગેશ્વરની કથા સામે પરસોત્તમ પીપળિયાના પ્રહારો

=> ધીરેન્દ્ર શાસ્ત્રી ચમત્કારના નામે છેતરપિંડી કરે છે

સિટી ન્યૂઝ@રાજકોટ

ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો દરબાર આગામી ૫ થી ૭ જૂન દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે. જે કાર્યક્રમને લઈને રાજકોટ શહેર ખાતે તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આ તમામની વચ્ચે જાણીતા એડવોકેટ તેમજ સહકારી આગેવાન પરસોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે. પરસોત્તમ પીપળીયા દ્વારા પોતાના facebook પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી છે.

જે પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, "આનંદો ભોળા ભક્તો, ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે". ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં પરસોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર રાજકોટમાં આવીને અંધશ્રદ્ધા ફેલાવશે. તો સાથે જ તેમણે કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ધાર્મિક કાર્યક્રમ કરે તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. પરંતુ તેમના દ્વારા જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. સરકારે પણ અંધશ્રદ્ધા ફેલાવનારા વ્યક્તિને કાર્યક્રમ કરતા અટકાવવા જોઈએ.

આવનારી પેઢીને આપણે કયા માર્ગે લઈ જઈ રહ્યા છીએ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં બાબા ચમત્કારથી કેન્સર મટાડવાની વાતો કરી રહ્યા છે તે બાબતનો વિરોધ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો દરબાર યોજાયો હતો.

=> કથાના આયોજક મંગેશ દેસાઈનું નિવેદન
=> રેસકોર્સમાં 100% કથાનું આયોજન થશે
=> ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મને ભારત તેમજ વિશ્વભરમાં કઈ રીતે ફેલાવી તેની વાત કરવાના છે

બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આગામી રાજકોટ દરબારને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના આગેવાન મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જે વિરોધ જોવા મળી રહ્યો છે તે કોઈ જનરલ વિરોધ નથી. પુરષોત્તમ પીપળીયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે તેમનું તદ્દન વ્યક્તિગત નિવેદન છે. કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરવા માટે સ્વતંત્ર છે. રેસકોર્સ મેદાન ખાતે 'સનાતન સેતુ હનુમંત કથા' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશ અને દુનિયામાં સનાતન ધર્મના જાગરણનું મોટું કામ કરી રહ્યા છે. લાખો લોકો તેમને સાંભળવા આવે છે અને ધર્મ સાથે જોડાઈ રહ્યા છે. વધુમાં મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, આ સમગ્ર આયોજનમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય જ નથી, કારણ કે આ માત્ર હનુમાનજીની કથાનો વિષય છે. અંધશ્રદ્ધા તેને કહી શકાય જ્યાં દોરા-ધાગા થતા હોય, લોકોની છેતરપિંડી થતી હોય કે આર્થિક લાભ મેળવવા માટે ફંડ ઉઘરાવવામાં આવતું હોય.

=> સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ બાપુનુ નિવેદન

સનાતનની આંડમાં વૈજ્ઞાનિક ખેલ રાજકોટના સ્ટેજ પર થવાના છે
રાજકોટમાં બાબા બાગેશ્વરની કથાને લઈને વિવાદ શરૂ થયો છે. સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિરનાથ બાપુએ નામ લીધા વિના બાબા બાગેશ્વર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ ગુજરાતી સમાજને ગેરમાર્ગે દોરી અંધશ્રદ્ધા તરફ ધકેલવાનો પ્રયાસ કર્યો હતો અને હવે ફરી એવો જ ખેલ રાજકોટના સ્ટેજ પર જોવા મળી શકે છે. જ્યોતિરનાથ બાપુએ વધુમાં આક્ષેપ કર્યો કે સનાતન ધર્મના નામે વૈજ્ઞાનિક ખેલ અને ચમત્કારના દાવાઓ દ્વારા લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે. આવનારા દિવસોમાં રાજકોટમાં યોજાનારી કથામાં પણ આવા પ્રયોગો થવાની શક્યતા હોવાનું કહી તેમણે લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.

=> આ વ્યક્તિ જુદા-જુદા ખેલ કરીને અંધશ્રદ્ધા ફેલાવશેસિટી ન્યૂઝ@રાજકોટ

=> સનાતનની આંડમાં વૈજ્ઞાનિક ખેલ રાજકોટના સ્ટેજ પર થવાના છે
=> આ વ્યક્તિ જુદા-જુદા ખેલ કરીને અંધશ્રદ્ધા ફેલાવશે