આરોગ્ય કેન્દ્રમાં વિવાદાસ્પદ અલ્ટ્રામોર્ડન એજન્સીને આઉટસોર્સિંગનું કામ કોણે આપ્યું?
- ‘અલ્ટ્રા મોર્ડન’ એજન્સી સામે તાપી, દાહોદ, ભાવનગર, મહેસાણામાં આઉટ સોર્સિંગ કર્મીઓના કરોડોના લીવ ઓન કેશ કૌભાંડના આરોપો લાગેલા છે : પોલીસ ફરિયાદની માંગ હજુ ચાલુ છે
- અલ્ટ્રા મોર્ડન સામે 6 કરોડથી વધુ રકમ પચાવી પાડવાનો આરોપ છે
- OPD આંકડામાં ડબલ ગેમ બહાર રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં ગોટાળો તપાસ કરી 40 દર્દીની,
- રેકોર્ડમાં 80? ઓનલાઈન દર્દીના નામ ચકાવવામાં આવે છે પછી એક મહિના પહેલા આવેલા દર્દીઓના નામ પણ મૂકવામાં આવે છે સ્ટાફ પોતાની રીતે ગોઠવણી કરે છે ?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં ગંભીર ગડબડીઓ સામે આવી રહી છે. OPD કેસો વધારવા માટે “જબરૂં સેટિંગ” ચાલતું હોવાના આક્ષેપો વચ્ચે હવે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટને લઈને પણ મોટો વિવાદ ઊભો થયો છે. સૂત્રો મુજબ, મહાપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં વાસ્તવિક OPD માત્ર ૩૫ જેટલી હોય છતાં, આ આંકડો ૮૦ સુધી બતાવવામાં આવી રહ્યો છે. આ આંકડાઓમાં થયેલી ગેરરીતિ તંત્રની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉભો કરે છે.
આ બધાની વચ્ચે “અલ્ટ્રા મોર્ડન એજન્સી” નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ એજન્સી પર અગાઉ તાપી, દાહોદ અને ભાવનગરમાં પણ કૌભાંડના આરોપો લાગી ચૂક્યા હોવા છતાં રાજકોટમાં તેને કામ આપવાનું નિર્ણય સવાલો ઊભા કરે છે.
ચોંકાવનારી બાબત એ પણ છે કે, જે કર્મચારી સિટી ન્યૂઝને સાચી માહિતી આપવા તૈયાર નહોતો, તેને કંપની દ્વારા કાઢી મુકવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે અંદરખાને કંઈક મોટું દબાણ અને ગોટાળો ચાલી રહ્યો છે.
કર્મચારીઓએ પણ આક્ષેપ કર્યો છે કે કંપની સમયસર પગાર ચૂકવવામાં પણ ઠાગાઠૈયા કરી રહી છે. એટલે કે એક તરફ OPDના આંકડા ફુલાવીને ગેમ રમાઈ રહી છે, અને બીજી તરફ કર્મચારીઓ સાથે અન્યાય. મોટો સવાલ એ છે આરોગ્ય અધિકારીએ આ કંપનીને કયા આધારે કોન્ટ્રાક્ટ આપ્યો? શું ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી હતી કે પછી કોઈ “સેટિંગ” કામ કરી ગયું?
આ સમગ્ર મામલે હવે તપાસની જરૂરિયાત છે. OPDના આંકડાઓની સ્વતંત્ર ઓડિટ થાય. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પારદર્શક તપાસ થાય. કર્મચારીઓના શોષણ સામે કડક પગલાં લેવાય અને સૌથી મહત્વપૂર્ણ દર્દીઓને મળતી સારવારની ગુણવત્તા ચકાસવામાં આવે. હાલની સ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે આરોગ્ય કેન્દ્રોમાં સારવારના નામે “લૂંટ” ચાલી રહી છે. હવે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે, તો આ મુદ્દો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
આરોગ્ય કેન્દ્રનો કૌભાંડનો પર્દાફાશ ?
પૂર્વ કર્મચારી ખોલશે કૌભાંડોના રાજ
-
પકડાયેલ OPD કંઇ, બતાવવામાં આવે છે કંઇ !
-
કંપનીના પગાર ન ચુકવવાના આક્ષેપ
-
સાચી માહિતી આપનાર કર્મચારીને કાઢી મુકાયો !
-
ટેન્ડર પ્રક્રિયા પર ઉઠ્યા સવાલો !
શું તંત્ર લેશે કાર્યવાહી કે ચાલું રહેશે 'ગેમ'?
આરોગ્ય અધિકારીએ દારૂડિયાને રેલનગર આરોગ્યમાં નોકરીએ રાખ્યો
સાહિલ ખોખર સિવિલ હોસ્પિટલમાં દારૂ પીતા પકડાયા હતા
રાજકોટ મનપા આરોગ્ય અધિકારીને જબર જ છે સાહિલ ખોખર અગાઉ સિવિલ હોસ્પિટલમાં દારૂ પીતા પકડાય ચૂક્યા છે તે વીડિયો પણ વાયરલ થતાં સિવિલ તંત્રએ સાહિલ ઉપર ગંભીર પ્રકારના પગલાં લીધા હતાં મેડિકલ ઓફિસરે સિવિલની નોકરી છોડતા આરોગ્ય અધિકારીએ આઉટસોર્સિંગની કંપનીને ભલામણ કરી દારૂડિયા મેડિકલ ઓફિસર રેલનગરની આરોગ્ય કેન્દ્રમાં ઊંચા પગારે મેડિકલ ઓફિસર બનાવી દીધો.