માનવ હત્યા કરવાના પ્રયાસ કરનાર આરોપીને જમીન પર મુક્ત કરતી નામદાર સેશન્સ અદાલત
સિટી ન્યૂઝ@રાજકોટ
આ કામમાં ભગવતી પરા મસ્જિદ સામે રહેતા સમીર અયુબભાઈ સોરા પોતે અને સિકંદર રમઝાનભાઈ રાઉમાની રિક્ષામાં પાછળ બેસી જતા હતા ત્યારે આરોપી ગૌરાંગ ઉર્ફે ગવલો અને જાવેદ ઉર્ફે જાપલો તથા અન્ય ત્રણ છોકરાઓ અન્ય પાંચ જણાએ આરોપીઓએ એક્ટિવા તથા અન્ય મોટરસાયકલમાં આવી પાઇપ તથા ધાર્યા જેવા પ્રાણ ઘાતક હથિયારોથી ફરિયાદી તથા સાહેદને ગાળો આપી રીક્ષા પાછળ જઈ રીક્ષા બંધ પડી જતા ફરિયાદી અને સાહેબને પાઇપ મારી પાડી દઈ જાનથી મારી નાખવાના ઈરાદે ધારીયા પાઇપથી માર મારી માથામાં અને પગમાં ગંભીર ઈજાઓ કરતા બી-ડિવિઝનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીએ સમીરભાઈ સોરાએ ફરિયાદ નોંધાવેલ હતી.
આ માનવ હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસે આરોપીઓ ગૌરાંગગિરી ગોસ્વામી તથા જાવેદ ઉર્ફે જાપલો, ઉમેશ ધનજીભાઈ, મિહિર જગદીશભાઈ બાદલ, ગોપાલભાઈ મુકેશભાઈ, સંજય કાનજીભાઈ, શૈલેષ અવચરભાઈ, કિશન સુરેશભાઈ, આશિષ જગદીશભાઈ સહિતના દસ આરોપીઓને માનવ હત્યાના કોશિશના ગુનામાં ધરપકડ કરેલ હતા અને તમામ આરોપીઓને જેલ હવાલે કરેલા હતા આ કામમાં ગૌરાંગ ઉર્ફે ગવલો સાથે ફરિયાદીના મિત્ર સિકંદર રાઉમાને માથાકૂટ થયેલ તે બાબતનો ખાર રાખી અને રિક્ષામાં તમામ આરોપીઓએ ધારીયા પાઈપનો હુમલો કરતા રીક્ષા બંધ થતા ફરિયાદી અને સાહેદ ઉતરીને ભાગવા લાગતા આરોપીએ એક સાથે એક સંપ કરી અને ફરિયાદીને ગૌરાંગે જણાવેલ કે ફરિયાદી સાથે રહેવાની ના પાડેલ તમ છતાં તેની સાથે રહે છે તો તને મારી નાખવો છે એમ હુમલો કરી ઈજાઓ પહોંચાડેલ હતી.
અમોને માર મારી તમામ ભાગી જતા કોઈએ ૧૦૮ ને ફોન કરતા ફરિયાદી સાહેદને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવેલ. આ દરમિયાન તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હોય જામીન પર મુક્ત થવા જામીન અરજી કરેલ જેથી આરોપીના એડવોકેટ દ્વારા નામદાર સેશન્સ કોર્ટમાં કરેલ દલીલ તેમજ જુદી જુદી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને નામદાર સેશન્સ અદાલતે આરોપીની જામીન અરજી મંજૂર કરેલ હતી.
આ કેસમાં આરોપી ગૌરાંગગિરી ગોસ્વામી તરફથી સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલ, કલ્પેશ નસિત, નૈમિષ જોશી, અનિતા રાજપંશી તથા આસિસ્ટન્ટ તરીકે ઈશા કણજારીયા રોકાયેલ હતા.