અષાઢી ગુપ્ત નવરાત્રિએ આદ્યશક્તિ માતાના મહિમા
જગતમા માં નો મહીમા અપાર છે પછી તે જન્મેદનારી હોઈ કે વિશ્વંભરી આદ્યશક્તિ. આવી જ વાત છે માં શ્રી શક્તિ ની.શ્રી શક્તિ માં ના મુખ્ય ધામ જેમાં પાટડી, ધામા, દિધડિયા, ટુંવા અને રાણાળા આમ પાંચ ધામ છે તેમજ વિખ્યાત શ્રી દ્વારકાધીશ જગત મંદિર ના શિખર ઉપર શ્રી શક્તિ માં બિરાજમાન છે જે શ્રદ્ધાળુઓ અને માઈ ભક્તો ના હૃદય માં વિશેષ સ્થાન ધરાવે છે.
માં શક્તિ નું બાળપણ નું નામ શ્રી બીસંતી દેવી હતું. માતાજી ગુજરાત માં આવેલ પાટણ ના શ્રી પ્રતાપસિંહજી સોલંકી ના ઘેર અવતર્યા હતા.શ્રી પ્રતાપસિંહજી શ્રી શક્તિમાં ના પાલક પિતાશ્રી હતા.બીસંતી દેવી માં પાર્વતી ના અશાાવતાર રુપે આ સંસાર માં અવતર્યા હતા.
પાટણના રાજા કરણ નું રાજ હતું.તે સમયે ત્યાં બાબરા ભૂત નો ખુબ જ ત્રાસ હતો.ત્યારે ભગવાન શિવશંકર ના અશાાવતાર, રાજપૂત રાજવી બપ્પાશ્રી હરપાળદેવજી મખવાણ ( મઢવાણા ) બાબરા ભૂતનો ત્રાસ દુર કરવા બીડું ઝડપે છે.આથી તઓ ભોગ ની સામગ્રી લઈ સ્મશાને ગયા.હરપાળદેવ એ સાધના શરૂ કરી ત્યાં અચાનક સોના ના કંકણ વાળો એક સ્ત્રી નો હાથ લાંબો થયો.ક્ષત્રિય નો ધર્મ છે કે માંગનારને સદા આપવું તેથી શ્રી હરપાળદેવ એ ભોગ ની સામગ્રી માં થી થોડો ભાગ લંબાવેલા હાથ માં મુક્યો.ફરીવાર એ જ હાથ પાછો આવ્યો.હરપાળદેવ એ ફરીવાર ભોગ ની સામગ્રીમાં થી થોડો ભાગ હાથ માં મુક્યો.
આમ કરતા ભોગ ની સામગ્રી પુરી થઈ તેમ છતાં હાથ તો લંબાતો જ રહ્યો.અંતે હરપાળદેવ એ પોતાના પગની જંગ ચીરી એમાંથી ભોગ આપ્યો.ત્યાં તો સાક્ષાત જગદંબા નો અવતાર માં શક્તિ પ્રગટ થયા અને હરપાળદેવ ને વચન આપ્યું કે આજથી હું સદા તમારી હાજરા હજુર રહીશ.ત્યારબાદ શ્રી હરપાળદેવ એ બાબરા ભૂત ને વશ કરવા સાધના શરું કરી અને શક્તિ નું આહવાન કર્યું.ત્યાં ભારાડી બાબરો ભૂત આવ્યો.શ્રી શક્તિમાં ના સાથ થી શ્રી હરપાળદેવ એ બાબરા ભૂત ને વશ કર્યો.બાબરા ભૂત નો ત્રાસ દુર થવાથી રાજા કરણ ખુબજ ખુશ થયા અને હરપાળદેવને વચન માંગવા કહ્યું અને હરપાળદેવ જે કાંઈ માંગશે તે જરૂર મળશે તેવી ખાત્રી આપી.હરપાળદેવ એ કહ્યું કે એક જ રાતમાં તેચો જેટલા ગામ ને તોરણ બાંધે તે તમામ ગામ આપવા જેમાં રાજા કરણ સહમત થયા.આમ શ્રી શક્તિ માં ની સહાય થી અને બાબરા ભૂત ના સાથ થી હરપાળદેવ એ એક જ રાતમાં ૨૩૦૦ ત્રેવિસો ગામ ને તોરણ બાંધ્યા.શ્રી
શક્તિ માં અને બાપા હરપાળદેવજી દાદા એ પેલું તોરણ પાટડી બાંધેલ અને છેલ્લું તોરણ દિધડિયા બાંધેલ ત્યારે દિધડિયે માં દિ ઉંઝેલ.હરપાળદેવ એ ૫૦૦ પાંચસો ગામ રાજા કરણ ને પરત કરી ૧૮૦૦ અઢારસો ગામ લઈ પાટડી મુકામે ગાડી ની સ્થાપના કરી રાજ્ય વસાયું.આમ આ બંને દિવ્યશક્તિ, શ્રી હરપાળદેવજી અને શ્રી બીસંતીદેવી (શ્રી આદ્યશક્તિ માં) નું આ સંસાર માં મિલન થયું.બાદમાં આ સમગ્ર પંચક ઝાલાવાડ તરીકે ઓળખાયો.ત્રેવિસો ગામ ના તોરણ બાંધવાના
સમયે ટુંવામાં શ્રી શક્તિ માં અને હરપાળદેવ એ થોડો સમય વિસામો લીધેલ એટલે ટુંવા ધામ નું ખુબ જ મહત્વ છે.માં શક્તિ એ બાબરા ભૂત નો ઉદ્ધાર કરેલ અને બાદમાં તેઓ બાબરાસુર તરીકે ઓળખાયા.
પાટડી ના રાજમાર્ગ પર એક વખત રાજ રજ મખવાન ના ત્રણ કુંવરો સોકાજી, માંગુજી અને શેખડાજી તથા ચારણ નો એક બાળક રમતા હતા ત્યારે ગંડા હાથી પુરપાટ ઝડપે બાળકો તરફ દોડ્યા ત્યારે માં શક્તિ પાટડી રાજમહેલના મેડી ના ઝરૂખે પ્રગટ થયા અને પોતાના હાથ લાંબા કરી ત્રણેય બાળકો ને ઝાલી લઈ બચાવી લીધા ત્યારથી તેઓ ઝાલા કહેવાયા આમ ઝાલા વંશ ની સ્થાપના થઈ અને ચારણ ના દિકરા ને માં એ ટાપલી મારી દુર કરી દીધેલ ત્યાર થી તેઓ ટાપરિયા ચારણ કહેવાયા.આ પ્રસંગથી શ્રી શક્તિ માં નું ભગવતી સ્વરૂપના આ સંસાર એ દર્શન કર્યા.આમ ઝાલા ક્ષાત્રિય વંશ ના શ્રી શક્તિ માં જન્મેદાત્રી કહેવાયા.
પાટડી ના પ્રસંગથી શ્રી શક્તિ માં નું દેવીસ્વરૂપ જાહેર થયું અને ત્યારબાદ શ્રી શક્તિ માતાજી ચૈત્ર વદ તેરસ ના દિવસે, રક્ષારણા નું બંધન મહાભગીની બાળ ઉમાદે ને જોડે બેસાડી ધાંધલપુર ની ધરામાં સમાઈ ગયા ત્યારથી આ ધરા "ધામા" ધામ થી જગવિખ્યાત છે.સમગ્ર ઝાલાવાડ તથા ઝાલા ક્ષાત્રિય સમાજ કુલદેવી શ્રી મરમરા માતાજી, જન્મદાત્રી શ્રી શક્તિ માં અને બાળ ઉમાદે માતાજી આમ ત્રણેય માતાજી તથા બપ્પા હરપાળદેવજી દાદા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે.
આજે પણ જ્યારે માં આદ્યશક્તિ ને તેના બાળકો,ભક્તો યાદ કરે છે ત્યારે માતાજી હાજરા હજુર રહે છે અને વેણો વાતો કરે છે.શ્રી શક્તિ માં ના ચરણો માં લાખો વંદન.
શ્રી આદ્યશક્તિ માં સૌ માઈ ભક્તો ની બધી આશા પુરી કરે તેવી માં ના ચરણો માં પ્રાર્થના, જય આદ્યશક્તિ