Loading Please Wait !!!
અટિકામાંથી બે લાખનો સામાન ચોરી લેનાર પાડોશી કારખાનેદાર ઝડપાયો

કારના હપ્તા ચડી જતાં કારખાનેદારે ચોરીને અંજામ આપ્યો હતો

સીટી ન્યૂઝ@રાજકોટ

અટિકા ફાટક સામે સદ્ગુરુ કોમ્પ્લેક્સમાં મોના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાંથી રૂા. ૧.૯૮ લાખની કિંમતના ડ્રીલ મશીનના પાના અને સ્ક્રેપને લગતાં સામાનની ચોરી કરનાર ભારતીનગરના ચેતન દેવજીભાઈ ત્રિવેદીને ભક્તિનગર પોલીસે ઝડપી લીધો હતો. ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ચેતનનો અટિકામાં હાર્ડવેરના જોબવર્કનું કારખાનું છે. તેનો છેલ્લા કેટલાક સમયથી ધંધો બરાબર ચાલતો ન હતો. વળી કાર હપ્તે લીધી હતી, જેના હપ્તા પણ ભરાતા ન હતા, પરિણામે આર્થિક ભીંસમાં આવી ગયો હતો. જેમાંથી બહાર નીકળવા માટે જે દુકાનમાંથી નિયમિત રીતે પાના સહિતનો સામાન લેતો હતો ત્યાંથી જ ચોરી કરી હતી. ચોરાઉસામાન બીજા જેવેપારી પાસેથી સામાન લેતો તેને વેંચવા આપ્યો હતો. બીલ પછી આપી જઈશ તેમ કહ્યું હતું,આ વેપારી પાસેથી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. ગુનામાં વપરાયેલું ચેતનનું એકસેસ પણ કબજે કર્યું છે. જેને સામાન વેંચ્યો હતો તે વેપારીએ પોલીસને કહ્યું કે ચેતન હંમેશા સામાન લઈ જતો. આ વખતે સામાન વેંચવા આવતા તેને પણ આશ્ચર્ય થયું હતું.