8 બેન્ક ખાતાધારકો વિરૂદ્ધ બે ગુના નોંધી ત્રણને દબોચ્યા
- ■ કેરાલા, સિક્કમ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હરિયાણા, મહારાષ્ટ્રના ફ્રોડના ગુનામાં પણ નામ ખુલ્યા
- ■ બેન્ક ખાતા ભાડે આપનાર ખાતા ધારકોને માત્ર 5000 કમિશન મળતું: ચેકથી પૈસા ઉપાડતા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ તરફથી આવેલ મ્યુલ બેન્ક એકાઉન્ટની માહિતી આધારે કાયદેસરની કાર્યવાહી કરવાના આપેલ સૂચના અન્વયે જેતપુર સિટી પોલીસે કણકીયા પ્લોટમાં આવેલ યુનિયન બેન્ક ઓફ ઈન્ડીયાના બેન્ક સ્ટેટમેન્ટની વિગત મેળવતા, તે બેન્ક એકાઉન્ટ ધારક તુષાર શૈલેષ સાબરીયાના નામનું હોય, જેથી તુષારને બોલાવી અલગ અલગ સમયે કુલ ૮૩,૮૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરેલ હોય તે બાબતે પુછતા જણાવેલ કે, મને મારા મિત્ર પ્રદિપ ભરત બાયલએ જણાવેલ કે, મારી પાસે સાયબર ફ્રોડની એક લિંક છે. તેના માટે તે બેન્ક એકાઉન્ટ શોધી રહ્યા છે. જો તું તારા બેન્કના ખાતામાં રૂપિયા નખાવીશ, તો તને તેના બદલામાં ૫ હજાર મળશે. જેમાં આપણે બંનેને ૨૫૦૦ રૂપિયા મળશે જે બાદ મેં મારા નામનું નવુ સિમકાર્ડ લીધું હતું અને હું અને પ્રદિપ યુનીયન બેન્ક ખાતે ગયેલ અને ત્યાં મારા નામનું નવું ખાતુ ખોલાવેલ હતું. ખાતાની પાસબુક, એ.ટી.એમ. તથા સિમકાર્ડ પ્રદિપને આપ્યું હતું. પ્રદિપ તે એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો હતો બેન્ક એકાઉન્ટ નંબર સમન્વય પોર્ટલમાં તપાસ કરતા તુષાર સાબરીયાના વિરૂદ્ધમાં મહારાષ્ટ્રના કાસરવદવલ્લી પોલીસ સ્ટેશન, હરીયાણાના સોનીપત જીલ્લાના સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ થયેલીની વિગત છે.
આ પછી પ્રદીપને બોલાવીને પુછપરછ કરતા પોતે પોતાનું નામ પ્રદીપ ભરત બાયલ હોવાનું જણાવેલ અને તુષારના એકાઉન્ટમાં આવેલ પૈસા બાબતે પુછતા જણાવેલ કે એકાદ વર્ષ પહેલાં સાડીના કારખાનામાં કામ કરતો હતો ત્યારે જામનગરના જયેશ પટેલ સાથે મિત્રતા થતા તેણે વાત કરેલ કે, મિત્ર હિમાંશુ પાસે સાયબર ફ્રોડ લીંક છે. તેણે બેંકના ખાતા જોઈએ છે. 'જો તારી પાસે બેંકના ખાતા હોય તો, તું બેંકના ખાતા આપ, તેના બદલામાં તને એક ખાતા દીઠ રૂ. ૫૦૦૦ આપશે.' જયેશે તેના મિત્ર હિમાંશુનો મોબાઇલ નંબર આપેલ હતા, જેથી તે નંબર પર ફોન કરી વાત કરતા તેણે કહેલ કે, તું બેંકના ખાતા ખોલાવીને આપજે, તે ખાતામાં હું સાયબર ફ્રોડના રૂપિયા નખાવીશ. તેના બદલામાં ૫૦૦૦ નું કમિશન આપીશ. જે બાદ સાયબર ફ્રોડની લિંક શરૂ થઈ હતી.
આ ગુનામાં પોલીસે આરોપી તુષાર સાબરીયા અને પ્રદિપ બાયલની ધરપકડ કરી હતી. જ્યારે જામનગરનો જયેશ પટેલ અને હિમાંશુની શોધખોળ યથાવત રાખી છે. જ્યારે બીજા એક સાયબર ફ્રોડના ગુનામાં જેતપુરમાં તીનબત્તી ચોક પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની વિગત મેળવતા તે બેન્ક એકાઉન્ટ ધારક રવી રતી વાલાણીને બોલાવી પૂછતાછ કરી હતી ગઈ તા.૦૫ ના ૧૦,૬૬,૦૦૦ એ.ટી.એમ.થી તથા ચેકથી કેશ વિક્રો કરી ઉપાડી લીધેલ હોય તે બાબતે પુછતા રવીએ જણાવેલ કે, ગઇ મારા મિત્ર પ્રદિપે ૫ હજારના કમિશનની લાલચ આપી તેના મિત્ર અજયના મોબાઇલ નંબર આપેલ હતા. બાદ અજયએ બેંકના સહી કરેલા ચેક, ચેકબુક, એ.ટી.એમ. મોબાઇલ ફોન આપ્યા બાદમાં બેંકના ખાતામાં રૂપિયા જમા થયા હતા.