Loading Please Wait !!!
બિહારમાં સમ્રાટ કેબિનેટ

  • PM મોદીએ પૂર્વ CMને બોલાવ્યા હાથ પકડીને નજીક લાવ્યા
  • નવી કેબિનેટના શપથ: નીતીશના પુત્ર સહિત 32 મંત્રી

સિટી ન્યૂઝ@નવીદિલ્હી : સમ્રાટ ચૌધરીના CM બન્યાના 22 દિવસ પછી આજે ગુરુવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું. મેગા ઇવેન્ટમાં નીતિશના પુત્ર નિશાંત કુમાર સહિત 32 મંત્રીઓ સમ્રાટ કેબિનેટમાં સામેલ થયા.નવી કેબિનેટમાં ભાજપમાંથી 15, જેડીયુમાંથી 13, LJP(R)માંથી 2, HAM અને RLMમાંથી એક-એક મંત્રી છે. એક સાથે 5-5 ધારાસભ્યોએ શપથ લીધા છે.

પ્રથમ વારમાં નિશાંત કુમાર, શ્રવણ કુમાર, વિજય સિંહા, લેસી સિંહ અને દિલીપ જયસ્વાલે શપથ લીધા. નિશાંત કુમાર પ્રથમ વખત મંત્રી બન્યા છે.સમારોહમાં PM મોદી પણ સામેલ થયા છે. તેમનો પટના એરપોર્ટથી ગાંધી મેદાન સુધી રોડ શો થયો. મંચ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા. કાર્યક્રમ પછી વડાપ્રધાને નીતિશ કુમારને પોતાની પાસે બોલાવ્યા. મંચ પર તેમની સાથે હાથ મિલાવ્યા. કાર્યક્રમની શરૂઆતમાં સીધું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું, જ્યારે પ્રોટોકોલ મુજબ પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ વગાડવાનું હતું.

રાલોમા અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દીપક પ્રકાશે ફરીથી મંત્રી પદના શપથ લીધા છે. તેઓ બિહાર વિધાનસભા કે વિધાન પરિષદ બંનેમાંથી કોઈ પણ સદનના સભ્ય નથી. અગાઉની સરકારમાં પણ તેઓ મંત્રી બન્યા હતા, ત્યારે તેમની પાર્ટીમાં આ અંગે બળવો થયો હતો.પ્રથમ તબક્કામાં નિશાંત કુમાર સાથે શ્રવણ કુમાર, વિજય સિન્હા, લેસી સિંહ અને દિલીપ જયસ્વાલે મંત્રી પદના શપથ લીધા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર મંચ પર પહોંચી ચૂક્યા છે. તેમણે વિજય સિન્હાની પીઠ થપથપાવી. મંચ પર નિશાંતે ફરીથી નીતિશ કુમારના પગ સ્પર્શ્યા.