Loading Please Wait !!!
બોટાદનો લઠ્ઠાકાંડનો સૂત્રધાર દ્વારકા ટ્રસ્ટનો ઉપાધ્યક્ષ!

  • ભગતપ્રસાદ પાઠના સનસનીખેજ આરોપ

સિટી ન્યૂઝ@રાજકોટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાધીશજી મંદિર સાથે સંકળાયેલા બેટ દેવસ્થાન સમિતિ ટ્રસ્ટ સામે ભ્રષ્ટાચાર અને કૌભાંડના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક અરજદારોએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને સમગ્ર મામલે વિશેષ તપાસ દળ (SIT) ની રચના કરવાની તાત્કાલિક માંગ ઉઠાવી છે.

અરજદારોના જણાવ્યા મુજબ, બેટ દ્વારકાધીશજીનું પૌરાણિક મંદિર કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે, છતાં ટ્રસ્ટના સંચાલનમાં ગેરરીતિઓ અને આર્થિક અનિયમિતતાઓ મોટા પાયે ચાલી રહી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.

મુખ્ય આક્ષેપો શું છે?

  • ટ્રસ્ટના મોટાભાગના ટ્રસ્ટીઓ બાહ્ય હોવા છતાં, સ્થાનિક વહીવટદારો દ્વારા ખોટી સહી કરીને નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યાનો આક્ષેપ.

  • મંદિરના અબજો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને કિંમતી રત્નો ગાયબ થયાની શંકા.

  • ભુકંપ પછીના રિનોવેશન દરમિયાન જૂનું કિંમતી લાકડું અને સામગ્રી ગાયબ થવાની ઘટના.

  • ટ્રસ્ટની અનેક સ્થાવર મિલકતો રેકોર્ડમાં નોંધાયેલ નથી અને કેટલાક સંપત્તિઓ ગેરરીતિથી ભાડે આપવામાં આવી છે.

  • ટ્રસ્ટ એકટની પ્રક્રિયા વિના મિલકતો લાગતા લોકો અને સંસ્થાઓને ફાળવવામાં આવી હોવાનું કહેવાય છે.

  • લાયસન્સ કલમને કાયદેસર પ્રક્રિયા વિના જમીન ફાળવીને ગરીબોને બદલે સધ્ધર લોકોને લાભ અપાયો હોવાનો આક્ષેપ.

  • મંદિર સંબંધિત દાન અને આવકના હિસાબોમાં પારદર્શિતા ન હોવાનો મુદ્દો.

ટ્રસ્ટીઓ સામે વ્યક્તિગત આક્ષેપો પણ ગંભીર અરજદારો દ્વારા કેટલાક ટ્રસ્ટીઓના નામ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે:

  • પ્રમોદભાઈ ઉર્મિલાશંકર ભટ્ટ પર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવાનો આક્ષેપ.

  • હેમંતસિંહ મનુભા વાઢેર પર ગૌચર જમીન પર કબજો કરીને મેરીન કેમ્પ ચલાવવાનો આરોપ.

  • સમીરભાઈ નલીનભાઈ પટેલ સામે મિથાઈલ આલ્કોહોલ કેસ સાથે સંકળાયેલા ગુનાઓમાં સંડોવણીના આક્ષેપ, જેમાં અનેક લોકોના મૃત્યુ થયાના કેસોમાં FIR નોંધાયેલી હોવાના ભગતપ્રસાદ પાઠે આક્ષેપ કરેલા છે.