Loading Please Wait !!!
પાલીતાણામાં પૂજ્ય આચાર્ય વિજય પ્રબોધચંદ્રસૂરિજીનો ચાતુર્માસ પ્રવેશ

  • ગિરિરાજ શત્રુંજયની પાવન છત્રછાયામાં ભક્તિભાવ સાથે મહોત્સવ યોજાયો; પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા

સિટી ન્યૂઝ@ગોતમ ગોસ્વામી-પાલીતાણા

ભાવનગર જિલ્લાના પવિત્ર તીર્થધામ પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજયની પાવન છત્રછાયામાં પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રબોધચંદ્રસૂરિજી મહારાજ સાહેબ (ચકાષ દાદા)નો ચાતુર્માસ પ્રવેશ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહભેર યોજાયો હતો. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય શ્રમણચંદ્રસૂરિજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય શ્રુતચંદ્રસૂરિજી મહારાજ સાહેબ તેમજ સાધુ-સાદ્વીજી ભગવંતોની પવિત્ર નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશ મહોત્સવ સંપન્ન થયો હતો. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે તથા પાલીતાણા DYSP ગિહિર બારૈયાએ પૂજ્ય આચાર્ય શ્રીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે અલ્પેશભાઈ સંઘવી સહિત મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ, આરાધકો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચાતુર્માસ દરમિયાન વિવિધ ધાર્મિક આરાધનાઓ, પ્રવચનો, પૂજા-ભક્તિ, તપ-આરાધના અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં આરાધકો જોડાશે તેવી માહિતી આપવામાં આવી હતી. સમગ્ર ચાતુર્માસ પ્રવેશ મહોત્સવનું આયોજન ગુરુ ગુણાનુરાગી ભક્ત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.