Loading Please Wait !!!
રાજકોટમાં ગોસ્વામી પરાગકુમારજી મહોદય ચતુશ્લોકીનું રસપાન કરાવશે

  • પુરુષોત્તમ માસ નિમિતે સર્વોત્તમ હવેલી ખાતે બે દિવસીય સત્સંગનું આયોજન
  • 13 અને 14 જૂને સાંજે સત્સંગ યોજાશે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રસાદની વ્યવસ્થા

સિટી ન્યૂઝ@રાજકોટ

પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) નિમિતે રાજકોટમાં પરમ પૂજ્ય યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પરાગકુમારજી મહોદયના વકતૃત્વ હેઠળ ચતુઃશ્લોકી પાઠના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

સર્વોત્તમ સેવા સંસ્થા (એસ) દ્વારા આયોજિત આ કાર્યક્રમ આગામી ૧૩ અને ૧૪ જૂન દરમિયાન દરરોજ સાંજે ૪.૩૦ થી ૭ વાગ્યા સુધી કાલાવડ રોડ સ્થિત સર્વોત્તમ હવેલી ખાતે યોજાશે.

આ સત્સંગ દરમિયાન ગોસ્વામી પરાગકુમારજી મહોદય દ્વારા ચતુઃશ્લોકી ગ્રંથના આધ્યાત્મિક મર્મનું રસપાન કરાવવામાં આવશે તેમજ વૈષ્ણવ સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત વૈષ્ણવો માટે પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૩૭૬૯ ૪૭૧૩૧ પર સંપર્ક કરી શકાય છે.

આ આયોજનને સફળ બનાવવા માટે ભાવનાબેન નથવાણી, મધુબેન આહિયા, ચારુબેન ચંદારાણા, જ્યોતિબેન રાદડિયા, પરેશાબેન, રવિનાબેન શાહ, ચાંદનીબેન ચાંગેલા, કાલાવડ રોડ મંડળ તેમજ સર્વોત્તમ હવેલી ફુલઘર મંડળના સભ્યો સહિત સેવાભાવી બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

સર્વોત્તમ સેવા સંસ્થાએ વૈષ્ણવ સમાજને સહપરિવાર આ સત્સંગનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.