પારેવડી ચોકમાં ઈન્ટરનેશનલ નંબર પર લાઈન પર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો
» પીસીબીની ટીમે ધવલ રાબડીયાની ધરપકડ કરી, બુકીની તપાસ આદરી
સિટી ન્યૂઝ@રાજકોટ
પારેવડી ચોકમાં ઈન્ટરનેશનલ નંબર પર લાઈન પર ક્રિકેટ સટ્ટો રમતાં વેપારીને પીસીબીની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી હતી. જ્યારે લાઈન પર ભાવ લેતાં બુકી અંગે તપાસ આદરી હતી.
દરોડાની વિગત મુજબ પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ હરદેવસિંહ, સંતોષભાઈ, હેડ કોન્સ્ટેબલ રાહુલગીરી અને કોન્સ્ટેબલ હિરેન્દ્રસિંહ પસ્મારે પારેવડી ચોક બાલાજી ફરસાણ નામની દુકાનના ઓટા ઉપર ધવલ રાબડીયા નામના શખ્સ કે પોતાના મોબાઇલ ફોન ઉપર આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર પૈસાની હાર-જીતનો જુગાર રમે છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ તેનું નામ પૂછતા પોતાનું નામ ધવલ જેન્તી રાબડીયા (ઉ.વ.૨૮, ધંધો.વેપાર રહે.બોમ્બે સીલ્વર હાઇટ વીંગ-એ ફ્લેટ નં.૩૦૧ સેન્ટલાઇટ ચોક મોરબી) હોવાનું જણાવ્યું હતું.
વધુમાં પોલીસે તે શખ્સ પાસે રહેલ મોબાઈલ ચેક કરતાં તેમાં વોટસએપમાં કોલીંગ હીસ્ટ્રીમાં AMAN નામથી સેવ કરેલ ઈન્ટરનેશનલ મો. નં. +૪૪૭૭૭૧૨૭૬૯૦૫ ઉપર વાત ચીત કરી મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં જુગાર રમતો હતો. હાલ પોલીસે તે શખ્સની ધરપકડ કરી લાઈન પર આંકડા લેતાં બુકી અંગે તપાસ આદરી હતી.