કોળી સમાજની એકતા તૂટી દિલ્હીમાં ડબલ સંમેલન...
- એક જ સંગઠનના નામે 8 દિ'માં કોળી સમાજના બે સંમેલનથી વિવાદના એંધાણ
સિટી ન્યૂઝ@રાજકોટ
અખિલ ભારતીય કોળી સમાજના નામે આગામી અઠવાડિયે દિલ્હીમાં બે અલગ અલગ સંગઠન બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. ૧૪ જૂને મળનારા સંમેલનમાં ગુજરાતથી કુંવરજી બાવળીયા સહિતના નેતાઓ હાજર રહેવાના છે. જ્યારે ૨૧ જૂને મળનારા સંમેલનમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનો હાજર રહેવાના છે.
ગુજરાતની રાજનીતિમાં કોળી સમાજના મતો નિર્ણાયક ગણવામાં આવી રહ્યા છે. ત્યારે દિલ્હીમાં આગામી અઠવાડિયે મળનારા અખિલ ભારતીય કોળી સમાજના બે અલગ અલગ સંમેલનને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. કારણ કે, ૧૪મી તારીખે મળનારા સંમેલનમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે ઓ ઉપસ્થિત રહેવાના છે.
જ્યારે ૨૧મી તારીખે મળનારા સંમેલનમાં રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ હાજર રહેવાની જાહેરાત કરી છે.
બે રાષ્ટ્રીય અધિવેશન
અખિલ ભારતીય કોળી સમાજનું 14 જૂને કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ૧૪ જૂનના દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન મળવાનું છે. મહારાષ્ટ્રના કોળી સમાજના તમામ લોકોને ત્યાં પધારવા માટે આમંત્રિત કરું છું. બીજા કોળી સમાજ દ્વારા ૨૧ જૂનના અધિવેશન બોલાવવા માટેનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ તે લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અથવા તો પોલિટિકલ લાભ લેવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે. તેમાં ઘણા લોકો એવા છે કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજમાં સામેલ છે પરંતુ તેઓએ સમાજ માટે અત્યાર સુધી કંઈ નથી કર્યું.
ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને દિલ્હીના લોકો પણ આ કોળી સમાજમાં જોડાયેલા છે પરંતુ તેઓએ અત્યાર સુધી સમાજ માટે કઇ કર્યું નથી. અખિલ ભારતીય કોળી સમાજના યુવા અધ્યક્ષ બનીને ગુજરાતમાંથી કોઈ મહારાષ્ટ્ર આવ્યા હતા. જુના લોકો છે તેઓએ કોળી સમાજમાં યુવાનો અને મહિલાઓ આવે તો તેનો વિરોધ જ કર્યો છે. જ્યારે મને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી મેં યુવાનો અને મહિલાઓનો સમાવેશ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જેથી હું ૧૪ જૂનના મળનારા સંમેલનમાં આવવા માટે મુખ્ય આગેવાનોને આમંત્રિત કરું છું. મૂળ અખિલ ભારતીય કોળી સમાજનું આ અધિવેશન છે.
- અપીલ છે કે, બંનેમાંથી એક પણ અધિવેશનમાં હાજરી ન આપવી જોઈએ.
- જય કોળી સમાજ ચાલો દિલ્હી-ચાલો દિલ્હી 21 જૂને હિરાભાઈ સોલંકી
કોળી સમાજના બે અલગ અલગ અધિવેશનના આયોજન વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં હીરા સોલંકી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાથે જોવા મળી રહ્યા છે અને આ વાયરલ વીડિયોમાં હીરા સોલંકીએ કહ્યું, તેરે દિન અચ્છે હૈ, તું હમસે કિનાય કર લે, હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં ભી કામ આયેંગે. ઉલ્લેખનીય છે કે ૨૧ તારીખના રોજ વિરેન્દ્ર કશ્યપના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનને હીરા સોલંકીનો ટેકો જાહેર કર્યો છે ત્યારે આ વાયરલ વિડીયો બાદ મંત્રી કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે કથિત કોલ્ડવોર ચાલતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના યુવા પ્રમુખ દિવ્યેશ ચાવડાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા અમારી ચૂંટણી થઈ હતી ત્યારે રાષ્ટ્રીય કારોબારીના ૯૦ સભ્યોએ અજીતભાઇને પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા. ત્યારપછી કુંવરજીભાઈએ હું પ્રમુખ છું એવું ચાલુ કર્યું હતું. અમે ડીસેમ્બરમાં જ દિલ્હી ખાતે અધિવેશનનો પ્રોગ્રામ નક્કી હતો. હવે કુંવરજીભાઈને એવું લાગ્યું કે, જો અમારું સંમેલન થઈ જાય તો તેની વાત કોઈ સ્વીકારે નહીં એટલે તેને સાથે સંમેલન રાખ્યું છે. હિરાભાઈ અમારા પ્રદેશના પ્રમુખ છે. અખિલ ભારતીય કોળઈ સમાજના . ગુજરાતથી અમે ૩૦૦ લોકો જવાના છીએ એ હીરાભાઈના નેતૃત્વમાં જ જવાના છીએ.