Loading Please Wait !!!
ચુંટણીના માહોલ વચ્ચે દોઢ મહિનામાં દબાણ હટાવ શાખાએ 22,11,576નો ચાર્જ વસુલ્યો

  • 180 રેંકડી- કેબીન અને રાજકીય પોસ્ટર સહીત 21,776 બોર્ડ-બેનરો જપ્ત કર્યા 

સિટી ન્યૂઝ@રાજકોટ  : રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16 માર્ચથી ૩૦ એપ્રિલ દરમિયાન  રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો  તેમજ  બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

ધરાર માર્કેટ,સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરા બજાર પાસેથી રસ્તા પર નડતર રૂપ  ૧૮૦ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.ધરાર માર્કેટ,સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરા બજાર,ગુંદાવાડી,પરા બજાર,ગાયત્રીનગર મેઈન રોડ,યાજ્ઞિક રોડ,રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદીજુદી અન્ય ૨૦૬૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ છે સેટેલાઈટ ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ,રેશકોર્ષ રિંગ રોડ,જામનગર રોડ,બંજરવાડી સર્કલ પાસે,મહીલા અંડરબ્રિજ,કાલાવડ રોડ,મવડી મેઈન રોડ,ગોંડલ ચોકડી,પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી પરથી ૨૧૭૭૬ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે. 

10,991 કિલો શાકભાજી અને ફળ જપ્ત કરાયા 
ધરાર માર્કેટ,પેડક રોડ,પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ,કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે,મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરા બજાર,ગુંદાવાડી,પરા બજાર પાસેથી ૧૦૯૯૧ કિલો શાકભાજી અને ફળ જપ્ત કરવામાં આવ્યા છે. 

મંડપ- કમાન-છાંજલીના રૂ 9,34,586 ઉપજ્યા 
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરઠીયાવાડી પાસેથી રૂ.૯,૩૪,૫૮૬/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
રૂ.12,76,990 નો વહીવટી ચાર્જ વસુલાયો 

૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧૨,૭૬,૯૯૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.