Loading Please Wait !!!
દ્વારકા જગતમંદિરે કાલે આષાઢી બીજની પરંપરાગત ઉજવણી

 

» બાલ દ્વારકાધીશની ચાંદીની પાલખીમાં થશે પરિક્રમા » સાંજે પથી ૭ વાગ્યા સુધી ભક્તિમય રથયાત્રા ઉત્સવ; બેન્ડ-શરણાઈના સૂરો વચ્ચે ઠાકોરજીની ચાર પરિક્રમા યોજાશે

સિટી ન્યૂઝ | દ્વારકા

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના જગતમંદિરે આષાઢી બીજ નિમિત્તે આવતીકાલે તા. ૧૫ ના રોજ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ઠાકોરજીના બાલ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી બેન્ડવાજા તેમજ શરણાઈના સૂરોના ધાર્મિક ભજનો સાથે જગત મંદિરના પટાંગણમાં ચાર પરિક્રમા કરાવવામાં આવશે. દરેક પરિક્રમા પૂર્ણ થયા બાદ ઠાકોરજીને ભોગ સામગ્રી તેમજ વિશેષ મહા આરતી કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગે શ્રીજીને ચાંદીના દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું વિશેષ મહત્વ છે. જેમાં પૂજારી પરિવાર અને સંખ્યાબંધ ભાવિકો ભગવાનનો રથ ખેંચી ભાવ વિભોર બનશે. રથ યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ઉત્સવ પૂર્ણ કરવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ભાવિક ભક્તોને રથયાત્રામાં જોડાઈને દર્શન-લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.