Loading Please Wait !!!
ખેડૂતોને લાભ: તાર ફેન્સિંગ સહાય 300 મીટર સુધી વધારી

=> ગુજરાત સરકારનો નિર્ણય

સિટી ન્યૂઝ@રાજકોટ

સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર રૂ. ૩૦૦ અથવા વાસ્તવિક ખર્ચના ૫૦ ટકા સુધી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠકમાં ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોને પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાન સામે વધુ સુરક્ષા મળશે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોને તાર ફેન્સિંગ માટે પ્રતિ રનિંગ મીટર રૂ. ૨૦૦ અથવા કુલ ખર્ચના ૫૦ ટકા સુધી સહાય આપવામાં આવતી હતી. પરંતુ હાલ મટીરીયલ અને મજૂરીના ખર્ચમાં વધારો થતાં ખેડૂતો પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને હવે સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર રૂ. ૩૦૦ અથવા વાસ્તવિક ખર્ચના ૫૦ ટકા સુધી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યોજનામાં વધુ એક મહત્વપૂર્ણ રાહત પણ આપવામાં આવી છે. અગાઉ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન ધરાવતું ક્લસ્ટર ફરજિયાત હતું. ઘણીવાર જૂથમાં સામેલ ખેડૂતો વચ્ચે સહમતી ન બનતાં નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા હતા.