Loading Please Wait !!!
ગીરને બચાવવા ગેરકાયદે મિલકતોની યાદી જાહેર, કાર્યવાહી શરૂ કરાઈ

ઈકો સેન્સિટિવ ઝોનમાં તવાઈ: રિસોર્ટ-ફાર્મ હાઉસની યાદી તૈયાર કરી નોટીસ મોકલી

તંત્રના મેગા ઓપરેશનથી પર્યાવરણના નિયમો નેવે મૂકીને ચાલતા એકમોમાં ફફડાટ

સિટી ન્યૂઝ@જુનાગઢ

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર અને ગીરનારની પ્રાકૃતિક ઓળખ જાળવી રાખવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર હવે આક્રમક એક્શન મોડમાં આવી ગયું છે. જંગલની આસપાસ આવેલા ઈકો સેન્સિટિવ ઝોન (ESZ) માં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકેલા ગેરકાયદેસર મિલકતો સામે તબક્કાવાર અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટીતંત્રના આ મેગા ઓપરેશનથી પર્યાવરણના નિયમો નેવે મૂકીને ચાલતા એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કડક કાર્યવાહી અંગે જૂનાગઢના જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના કડક આદેશ અને સરકારની

માર્ગદર્શિકાના પાલન સ્વરૂપે જ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક પ્રખ્યાત રિસોર્ટ, ફાર્મ હાઉસ, હોટલ અને અન્ય બાંધકામોનો પણ સમાવેશ થાય છે. આ તમામ મિલકતો સામે કાયદાકીય જોગવાઈઓ અનુસાર સંપૂર્ણ પારદર્શક રીતે પગલાં લેવાશે.કલેક્ટરે વધુમાં ભાર મૂકતા કહ્યું હતું કે, કાર્યવાહીનો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ કે વ્યવસાયને

નિશાન બનાવવાનો બિલકુલ નથી. પરંતુ, ગીરનું જંગલ, ત્યાં વસતા વન્યજીવો અને સંવેદનશીલ પર્યાવરણનું સંરક્ષણ કરવું એ સમયની માંગ અને તંત્રની પ્રાથમિકતા છે. જે મિલકતો નિયમોની એસીડેસી કરીને ઊભી કરવામાં આવી છે, તેમની સામે નિયમાનુસાર જ કાર્યવાહી થશે. એ માત્ર જૂનાગઢ કે ગુજરાતની જ નહીં, પરંતુ સમગ્ર દેશની અમૂલ્ય કુદરતી ધરોહર છે. તંત્રની આ મેગા ડ્રાઈવ એ વાતનો સ્પષ્ટ સંદેશ આપે છે કે પ્રવાસન અને વિકાસ ચોક્કસપણે જરૂરી છે, પરંતુ તે કાયદાની મર્યાદામાં અને પર્યાવરણના ભોગે તો ક્યારેય જ ન હોવો જોઈએ. ગીરના જંગલ અને સિંહોના અસ્તિત્વને ટાવી રાખવા માટે લેવાયેલું આ કડક પગલું અત્યંત આવશ્યક અને આવકારદાયક છે.

આ લોકોને નોટીસ મોકલી જવાબ માંગ્યા

મિલકતનું નામ સરનામું સર્વે નંબર જંગલથી અંતર
Camp Wild Valley હરિપુર, તા.મેંદરડા ૮૭/પૈકી-૧/પૈકી-૨
આશ્રમ ફાર્મ હરિપુર, તા.મેંદરડા ૧૭૧/પૈકી-૩ ૦.૧
ધ ગીર લાયન રીસોર્ટ બાલછેલ, તા.મેંદરડા ૧૧૧ ૦.૧
શ્રીજી રીસોર્ટ જલોંદર તા.માળીયાહટીના ૭/પૈકી-૨/પૈકી-૧ ૦.૧૩
બલીબાપુ ફાર્મ હરિપુર, તા.મેંદરડા ૧૬૦/પૈકી-૧૧/પૈકી-૨ ૦.૨
શિવમ રેસ્ટોરેન્ટ એન્ડ ફાર્મ જલોંદર તા.માળીયાહટીના ૭/પૈકી-૫ ૦.૨૩
ધ એજસ્ટીક હેરીટેજ રીસોર્ટ જલોંદર તા.માળીયાહટીના ૧૧૯/પૈકીટ ૦.૨૫
ગાલુ ફાર્મ એન્ડ રીસોર્ટ જલોંદર તા.માળીયાહટીના ૭/પૈકી-૩ ૦.૨૬
ધ ગ્રીન ગીર શાર્મ હાઉસ હરિપુર, તા.મેંદરડા ૧૭૯/૧/પૈકી-૨ ૦.૩
દાતાર સીઝ જલોંદર તા.માળીયાહટીના ૦.૩૭
સમ્રાટ ફાર્મ એન્ડ રીસોર્ટ જલોંદર તા.માળીયાહટીના ૮૫/પૈકી-૪ ૦.૩૮
મધુવન પ્રાકૃતિક ફાર્મ હરિપુર, તા.મેંદરડા ૧૩૧/પૈકી-૫/પૈકી-૨, ૧૬૧/પૈકી-૫/પૈકી-૧ ૦.૪
વ્રજ વલ્લભ ફાર્મ એન્ડ રીસોર્ટ જલોંદર તા.માળીયાહટીના ૧૨૭/પૈકી-૩/પૈકી-૨ ૦.૪૦
ગીર ભુમી હોટલ એન્ડ રીસોર્ટ જલોંદર તા.માળીયાહટીના ૧૨૭/પૈકી-૩/પૈકી-૧ ૦.૪૧
ગીર આશ્રમ બેસ હરિપુર, તા.મેંદરડા ૮૬/૩/પૈકી-૧, ૮૬/૩/પૈકી-૨, ૮૬/૩/પૈકી-૩ ૦.૪૭૪
ગીર રજવાડી ફાર્મ એન્ડ રીસોર્ટ જલોંદર તા.માળીયાહટીના ૮૫/પૈકી-૧ ૦.૪૮
સબજ્વાર્ડ ફાર્મ સાસણ, તા.મેંદરડા ૯૯/પૈકી-૧ ૦.૬
હોટેલ યાત્રાળ બાલછેલ, તા.મેંદરડા ૬૧ ૦.૬
મહાદેવ ફાર્મ હરિપુર, તા.મેંદરડા ૮૫/પૈકી-૪/પૈકી-૨ ૦.૬૪
મહાદેવ ફાર્મ એન્ડ રીસોર્ટ જલોંદર તા.માળીયાહટીના ૮૫/પૈકી-૨ ૦.૬૭
ધ ફર્સ્ટ એટ ગીર હરિપુર, તા.મેંદરડા ૧૬૨/પૈકી-૨ ૦.૭
લાયન સગદ ફાર્મ નાજાપુર (છતરીયા), તા.મેંદરડા ૩૧/પૈકી-૨ ૦.૭
ભીમાભાઈ ગવાભાઈ જાંબલા જલોંદર તા.માળીયાહટીના ૧૮૮/પૈકી-૧૧ ૦.૭૧
રામદૂત ફાર્મ નાજાપુર (છતરીયા), તા.મેંદરડા ૫૧ ૦.૮
ડ્રીમલેન્ડ રીસોર્ટ બાલછેલ, તા.મેંદરડા ૧૭૨ ૦.૮
જય સોમનાથ દેશી ઢાબા રેસ્ટોરન્ટ નાજાપુર (છતરીયા), તા.મેંદરડા ૫૨ ૦.૮૫
માંદેશી ઢાબા નાજાપુર (છતરીયા), તા.મેંદરડા ૫૧ ૦.૮૫
હોટેલ સોમાઈ હરિપુર, તા.મેંદરડા ૧૦૪/પૈકી-૨ ૦.૯
જય માતાજી હોટેલ ગડકીયા, તા.મેંદરડા ૧૭૪/પૈકી૧ ૦.૯
આશા દેશી ઢાબા નાજાપુર (છતરીયા), તા.મેંદરડા ૫૧ ૦.૯
સિતારામ દેશી ઢાબા નાજાપુર (છતરીયા), તા.મેંદરડા ૫૧ ૦.૯
રૂદ્રેશ્વર કાર્વાનીંગ હોલ બાલછેલ, તા.મેંદરડા ૧૦૦ ૦.૯
ગીર વિલેજ સ્ટે + બાંધણી હાઉસ બાલછેલ, તા.મેંદરડા ૮૯ ૦.૯
સીલવર લીફ હોટલની સામે આવેલ રીસોર્ટ બાલછેલ, તા.મેંદરડા ૧૧૯ ૦.૯
ધ ક્રીમ ગીર ફોરેસ્ટ કરબા રીસોર્ટ હરિપુર, તા.મેંદરડા ૧૩૮/પૈકી-૧ ૦.૯૪૮
નતાણીયા, તા.મેંદરડા ૩૭ ૦.૯૫  
દાભજીભાઈ વાડી ડામાધ્રોલ, તા.મેંદરડા ૨૮૫/૧
ગ્રામ વિકાર રીસોર્ટ બાલછેલ, તા.મેંદરડા ૬૮૫
રામનાથ દેશી ઢાબા નાજાપુર (છતરીયા), ૫૨