Loading Please Wait !!!
ગોંડલમાં માનસિક અસ્થિર સગીરા ઉપર 65 વર્ષીય નરાધમ માસાએ આચર્યું દુષ્કર્મ

સિટી ન્યૂઝ@રાજકોટ

ગોંડલ પંથકમાં વધુ એક દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે ૬૫ વર્ષીય નરાધમે માનસિક અસ્થિર સગીરાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે ભોગ બનનાર સગીરા અને તેની માતા બંને માનસિક રીતે અસ્થિર છે. આ અસહાય માતા-પુત્રી ગોંડલમાં રહેતા પોતાના બહેન-બનેવીના ઘરે વેકેશન ગાળવા માટે આવ્યા હતા ત્યારે છૂટક મજૂરી કરતા યશવંત લક્ષ્મણભાઈ સાકરીયા ઉ.૬૫ નામના શખ્સે અસ્થિર સગીરા પર નજર બગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર આરોપી પોતે બે સંતાનોનો પિતા છે અને તેના પણ બીજા લગ્ન થયેલા છે. ઘટનાનો ભોગ બનેલી માનસિક અસ્થિર સગીરાએ હિંમત દાખવીને પોતાની સાથે થયેલા અમાનવીય કૃત્યની જાણ પોતાના મોટા બાપુની દીકરીને કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા આ મામલો ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરિયાદ નોંધાતા જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જી.એસ. ગઢવી તેમજ સ્ટાફ દ્વારા આરોપી યશવંત સાકરીયાની ધરપકડ કરી હતી અને ભોગ બનનાર સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

તિરૂપતિનગરમાંથી રોકડ ₹.1.20 લાખની ચોરી

મૂળ અરૂણાચલ પ્રદેશની વતની હાલ શહેરના રૈયા રોડ પર આવેલા તીરૂપતિનગરમાં રહેતા મેલીબેન એકશુગ બેગેંગએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.૩૧ના ઘર બંધ કર્યુ હતું ત્યારે બેગ દિવાલ પર ટીંગાલેલું હતું. જેમાં ૧.૨૦ લાખ રાખ્યા હતા આ દરમ્યાન ગત.તા.૧ના રૂપિયા માતાને મોકલવા બેગ ખોલતા તેમાં જોવા મળેલ નહીં જેથી કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.