Loading Please Wait !!!
ગોવાથી અઢી લાખનો દારૂ લઈ જૂનાગઢ જતાં ત્રણ શખ્સો ઝડપાયા

 

ઈકોમાં ચોરખાનામાં દારૂ સંતાડ્યો હતોઃ 6.52 લાખનો મુદ્દામાલ કબજે

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ નજીક કાંગશીયાલી ચોકડી પાસેથી પીસીબીએ ૨.૫૨ લાખનો અંગ્રેજી દારૂ ભરેલી ઈકો કાર સાથે જૂનાગઢના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ગોવાથી આ દારૂનો જથ્થો લઈ આવી રહ્યા હતા.રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પીસીબીના પીએસઆઈ પી.બી. ત્રાજીયાએ બાતમી આધારે કાંગશીયાલી ચોકડી પાસે વોચ ગોઠવી અહીંથી પસાર થયેલી ઈકોને અટકાવી તલાશી લેતા ચોરખાનામાંથી અંગ્રેજી દારૂની ૧૦૫૬ બોટલ મળી હતી. પોલીસે જૂનાગઢના આસિફ મહમદ કાદરી શાકીર અલીમહમદ મતવા અને અવેશ અમીનભાઈ અરબની ધરપકડ કરી દારૂ, ઈકો સહિત કુલ ૬.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગોવા ફરવા ગયાનું અને દારૂ લઈ આવ્યાનું રટણ કરી રહ્યા છે.