3 જુલાઈથી વરસાદના એંધાણ
ગુજરાત તરફ પહોંચેલા મોનસૂનની ગતિ ધીમી પડી
જૂન મહિનામાં રાજકોટ સૌથી ગરમ શહેર 41.1 ડિગ્રી તાપમાન
મેઘરાજાને રિઝવવા આસ્થાનો સહારો મહિલાઓએ કુંઢિયા બાવજી બનાવ્યા
સીટી ન્યૂઝ@અમદાવાદ
હાલમાં ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને એક ટ્રફ પસાર થઈ રહ્યો હોવાને કારણે વરસાદી માહોલ જળવાયેલો રહેશે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી અને દમણ-દાદરા નગર હવેલીમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ખતરનાક આગાહી, જુલાઈની શરૂઆતમાં વરસાદ બોલાવશે ભૂક્કા: આ જિલ્લાઓમાં તૂટી પડશે આભ! આગામી સમયમાં ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને ૧ જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી ૨ અને ૩ જુલાઈએ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજ્યભરમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ સૌથી વધુ કફોડી બની ગઈ છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ વરસાદની રાહ જોઈને વાવેતર કરવાનું પણ બાકી રાખ્યું છે. જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે વરસાદ આવતો નથી, તેમના પાસે પિયત માટેની સ્ત્રોત છે નહીં તો વાવેતર કરવું કે ન કરવું તે અવઢવમાં છે. ત્યારે પાલનપુરની મહિલાઓએ મેઘરાજાને રિઝવવા માટે વર્ષો જૂની પરંપરાને ફરી જીવંત કરી. વર્ષોથી ચાલી આવતી લોકપરંપરા મુજબ વરસાદ ખેંચાય ત્યારે મહિલાઓ કુંઢિયા બાવજીની મૂર્તિ બનાવી ગામમાં ફેરવે છે પરંપરાગત ગીતો ગાય છે અને મેઘરાજાને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરે છે. પાલનપુરમાં પણ મહિલાઓ આ જ આસ્થા સાથે એકત્રિત થઈ વરસાદ માટે પ્રાર્થના કરી. ગાતીગાંધી મહિલાઓ કુંઢિયા બાવજીની મૂર્તિ બનાવી તેના પણ જળ અભિષેક કરીને ધ્યેય પડે ત્યારે જળ અભિષેક કરવાથી મેઘરાજા મહેરબાન થાય છે. આ અંગે ગામજનોએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમારી પ્રાર્થનાથી મેઘરાજા મહેર કરશે. હાલ ઉત્તર ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે તેમણે અગાઉથી તૈયારી રૂપે ખાતર, મોંઘા ભાવના બિયારણો, ડીઝલ સહિતના ખર્ચ કરીને મૂકી રાખ્યા છે પરંતુ હાલ વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અવઢવમાં મુકાશે. આ વિસ્તાર ૮૦ ટકા કેનાલ આધારિત છે અને પિયત માટેની મુખ્ય સ્ત્રોત એવી કેનાલો પણ દોરીધાદર છે ત્યારે ખેડૂતોનું વાવેતર લટકી પડ્યું છે.
આસામ, બંગાળ, મુંબઈમાં ભારે વરસાદ
સીટી ન્યૂઝ@અમદાવાદ
ચોમાસાએ ૨૪ જૂન સુધીમાં દેશના ૨૨ રાજ્યોને આવરી લીધા છે, પરંતુ છેલ્લા દિવસથી તેની ગતિ ધીમી પડી છે. તે મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આગળ વધી શક્યું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું ૫ જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિત ૬ રાજ્યોના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદ ચાલુ છે. વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારો અને સિક્કિમમાં ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મધ્યપ્રદેશમાં રવિવારે બદવાનીના સંધવા ખાતે ઉભરાયેલા પુલને પાર કરતી વખતે એક ટ્રેક્ટર અને તેનો ડ્રાઈવર તણાઈ ગયા. ડ્રાઈવર હજુ પણ લાપતા છે. છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં રવિવારે વરસાદને કારણે કાચા મકાનની એક દીવાલ ધરાશાયી થઈ હતી, જેમાં ૨ બાળકીઓના મોત થયા હતા. સુકમાના ગામમાં વીજળી પડવાથી એક યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય ૪ ઘાયલ થયા હતા. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, બિહાર અને ગુજરાતના ઘણા શહેરોમાં બુધવારે પારો ૪૦C થી વધુ રહ્યો.