Loading Please Wait !!!
શું તમારા વાળ વધારે ખરે છે? તો શેમ્પૂમાં આ વસ્તુ મિક્સ કરીને કરો હેર વોશ!

 

  • હેર વોશ કર્યા પછી બાથરૂમના ફ્લોર પર વાળ દેખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે.

  • હેર એક્સપર્ટ્સ અનુસાર વાળ ખરતા અટકાવવા માટે સ્કેલ્પની યોગ્ય સફાઈ હોવી અત્યંત જરૂરી છે.

  • વિનેગર વાળના મૂળમાં રહેલી ગંદકી અને પ્રોડક્ટ બિલ્ડઅપને અસરકારક રીતે સાફ કરે છે.

સિટી ન્યુઝ @ લાઈફ સ્ટાઈલ 

શું તમે પણ હેર વોશ કર્યા પછી બાથરૂમના ફ્લોર પર ફક્ત વાળ જ વાળ જોવો છો? જો હા, તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે શેમ્પૂમાં વિનેગર ઉમેરીને હેર વોશ કરવાનું શરૂ કરી શકો છો. ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં વાળ ખરવાનું પ્રમાણ અચાનક વધી જાય છે અને સ્કેલ્પમાં ખંજવાળ પણ આવવા લાગે છે. હેર એક્સપર્ટ્સના મતે, વાળને સ્વસ્થ રાખવા અને હેર ફોલ અટકાવવા માટે સ્કેલ્પની યોગ્ય સફાઈ થવી સૌથી પહેલી શરત છે. જ્યારે સ્કેલ્પ એકદમ ક્લીન હોય છે ત્યારે જ વાળના મૂળ સુધી જરૂરી પોષણ પહોંચી શકે છે અને મૂળ મજબૂત બને છે.

વાઈટ વિનેગરનો ઉપયોગ કરવાથી સ્કેલ્પમાં જામેલી ગંદકી, વધારાનું તેલ અને પ્રોડક્ટ બિલ્ડઅપ ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય છે, જેનાથી વાળમાં પ્રાકૃતિક ચમક આવે છે. જો કે, વિનેગરને ક્યારેય ડાયરેક્ટ કે વધારે માત્રામાં વાળમાં ન લગાવવું જોઈએ. તેને ઉપયોગમાં લેવાની સાચી રીત એ છે કે શેમ્પૂને પાણીમાં ડાયલ્યૂટ કરીને તેમાં એક નાની ચમચી વાઈટ વિનેગર મિક્સ કરવું અને પછી તે પાણીથી હેર વોશ કરવા. પહેલીવાર ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ અવશ્ય કરવો જેથી કોઈ ઇરિટેશન ન થાય.

આ વાયરલ નુસખાનો ઉપયોગ રોજ કરવાને બદલે સપ્તાહમાં માત્ર એક જ વખત અથવા ૧૦ દિવસમાં એકવાર કરવો જોઈએ. ખાસ કરીને ઓઇલી સ્કેલ્પ ધરાવતા લોકો માટે આ ઉપાય ઉત્તમ પરિણામ આપે છે, જ્યારે ડ્રાય અને સેન્સીટીવ સ્કેલ્પવાળા લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી જ વિનેગરનો પ્રયોગ કરવો જોઈએ.

હેલ્ધી વાળ માટે જરૂરી બાબતો

વાળની યોગ્ય સંભાળ રાખવા માટે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઓછો ઉપયોગ કરવો અને પૌષ્ટિક આહાર લેવો અત્યંત આવશ્યક છે.