Loading Please Wait !!!
ગુજરાતમાં વિરોધની લહેર, અનામત હટાવો ‘ટ્રેન્ડિંગ’ !

જ્ઞાતિ નહીં ગરીબીને આધારે અનામત આપો

સોશિયલ મીડિયામાં સળવળાટ: પાસ-SPGનું સમર્થન

  • અભિયાનમાં ઇન્સ્ટાગ્રામ પેજને 24 કલાકમાં 50 લાખથી વધુ ફોલોર્સ મળતા ભારે ચર્ચા

  • આગેવાનોની માંગ આઝાદીના 75 વર્ષ પછી હવે દેશમાં અનામત નીતિમાં સુધારો જરૂરી

સિટી ન્યૂઝ@સુરત

દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શનની શાહી હજુ સુકાઈ નથી ત્યાંં ગનાતરીના કલાકોમાં જ સોશિયલ મીડિયા પર ‘રિર્ર્વેશન હટાવો આંદોલન’ (RIA) નામના અનામત વિરોધી જૂથે જોર પકડ્યું છે. આ અભિયાનના ઇન્સ્ટાગ્રામ પેજને માત્ર ૨૪ કલાકમાં જ ૫૦ લાખથી વધુ ફોલોર્સ મળતાં સમગ્ર દેશ સહિત ગુજરાતના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં પણ ભારે સળવળાટ શરૂ થયો છે.રાજ્યમાં અનામત આંદોલનનો ચહેરો બનેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) અને સરદાર પટેલ ગ્રુપ (SPG) ના. આગેવાનોએ પણ આ

સોશિયલ મીડિયા અભિયાનને ખુલ્લું સમર્થન આપ્યું છે. આગેવાનોએ માંગ કરી છે કે આઝાદીના ૭૫ વર્ષ પછી હવે દેશમાં અનામતની નીતિમાં સુધારો જરૂરી છે અને અનામત જાતિ આધારિત નહીં, પરંતુ

માત્ર ગરીબી અને આર્થિક સ્થિતિના આધારે જ મળવી જોઈએ.જાતિ નહીં, ગરીબીના આધારે અનામત આપો: પાસ-SPG આગેવાનોના નિવેદન અનામત નીતિમાં સુધારાની માંગ સાથે મુખ્ય

નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે.દિલ્હીમાં નીટ (NEET) પેપર લીક અને અન્ય મુદ્દાઓને લઈને જેન-ઝી (Gen-Z) યુવાનોના વિરોધ પ્રદર્શનો શાંત પડ્યા બાદ, જાહેર મુદ્દાઓ પર સોશિયલ મીડિયા સંચાલિત

ચુંબેશોએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં સામાન્ય વર્ગના યુવાનોનો આક્ષેપ છે કે શિક્ષણ અને નોકરીઓમાં EWS (આર્થિક રીતે નબળા વર્ગ) ના યુવાનોને સમાન તકો મળતી નથી. અનામતમાં મોટાભાગનો લાભ શહેરોમાં રહેતા આર્થિક રીતે સક્ષમ વર્ગો પચાવી પાડે છે, જ્યારે ગામડાનાં ગરીબ યુવાનો પાછળ રહી જાય છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલનથી ધમધમી ઊઠેલા ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલા આ નવા ‘રિર્ર્વેશન હટાવો આંદોલન’ માં પાસ અને એસપીજીના આગેવાનોના જોડાવાથી રાજકીય અને સામાજિક ગરમાવો ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે.

જેને ખરેખર જરૂર છે તેને જ અનામત મળવું જોઈએ

SPGના લાલજી પટેલે જણાવ્યું હતું કે “અમે ભૂતકાળમાં જે આંદોલન કર્યું હતું તે યોગ્ય વ્યક્તિને ન્યાય મળે તે માટે હતું. પરંતુ વર્તમાન સ્થિતિ એ છે કે માત્ર સંપન્ન અને પૈસાવાળો વર્ગ જ અનામતમાં મોટો લાભ લઈ રહ્યો છે, જ્યારે ગામડાના ક્ષેત્રના જરૂરિયાતમાં યુવાનો વંચિત રહી જાય છે. જાતિના આધારે નહીં, પણ જેને ખરેખર જરૂર છે તેને જ અનામત મળવું જોઈએ.”

આઝાદીના ૭૫ વર્ષ પછી અનામત નીતિની સમીક્ષા...!

PAASના નેતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે “આઝાદીના ૭૫ વર્ષ પછી અનામત નીતિની સમીક્ષા અને સુધારો એ સમયની માંગ છે. સામાન્ય વર્ગ (EWS) ના યુવાનોને નોકરી અને શિક્ષણ ક્ષેત્રે અન્યાય થઈ રહ્યો છે. આ અસમાનતા દૂર કરી સાચા જરૂરિયાતમંદ પરિવારો સુધી લાભ પહોંચાડવા માટે પ્રયાસો થવા જરૂરી છે.”

અનામતની સમીક્ષા અને સુધારાની માંગ ઉઠી

PAASના નેતા વરુણ પટેલે જણાવ્યું હતું કે “દેશભરમાં જ્યારે અનામતની સમીક્ષા અને સુધારાની માંગ ઉઠી છે, ત્યારે ચર્ચા-વિચારણા કરીને તેમાં સહભાગી થઈશું. યુવાનોનો આ રોષ ભવિષ્યમાં એક ऐतिहासिक આંદોલનનું રૂપ ધારણ કરશે.”

ગુજરાતમાં અનામતનું વર્તમાન માળખું વર્ગ / કેટેગરી અનામત ટકાવારી આ2 3 આધારિત પરિબળ
અનુસૂચિત જાતિ (SC) ૭% બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬ મુજબ (વસ્તી આધારિત)  
અનુસૂચિત જનજાતિ (ST) ૧૫% બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬ મુજબ (વસ્તી આધારિત)  
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (OBC) ૨૭% એકથી વધુ જાતિઓનો સમૂહ (વસ્તી આધારિત નહીં)  
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ૧૦% SC, ST, OBC સિવાયની તમામ જાતિઓ માટે (આર્થિક આધાર)