Loading Please Wait !!!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે એક અધિકારીને મળશે માત્ર એક જ સરકારી કાર

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

કેન્દ્ર સરકારે સરકારી વાહનોના દુરુપયોગને રોકવા અને સરકારી ખર્ચમાં ઘટાડો લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે “વન ઓફિસર, વન ઓફિશિયલ કાર” ની નવી નીતિ સમગ્ર કેન્દ્ર સરકારના તંત્રમાં અમલમાં મૂકવામાં આવી છે. આ નિયમ હેઠળ જો કોઈ અધિકારીને પહેલેથી જ સરકારી કાર ફાળવવામાં આવી હોય, તો તેને અન્ય કોઈ મંત્રાલય, વિભાગ અથવા સરકારી સંસ્થાનો વધારાનો ચાર્જ મળ્યા બાદ બીજી સરકારી કાર આપવામાં આવશે નહીં.સરકારનું માનવું છે કે આ નિર્ણયથી સરકારી સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ થશે, બિનજરૂરી ખર્ચ ઘટશે અને વહીવટી વ્યવસ્થામાં પારદર્શિતા તેમજ જવાબદારી બનેવામાં વધારો થશે.

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, એક અધિકારીને માત્ર એક જ અધિકૃત સરકારી વાહન મળશે. જો તે અધિકારી અન્ય મંત્રાલય, વિભાગ, જાહેર ક્ષેત્રની કંપની (PSU) અથવા સંસ્થાનો વધારાનો હવાલો સંભાળે, તો પણ તેના માટે અલગ સરકારી

વાહનની વ્યવસ્થા કરવામાં આવશે નહીં. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ એક જ અધિકારીને અનેક સરકારી વાહનો ફાળવવાની પ્રથા પર રોક લગાવવાનો છે. નવી નીતિ અમલમાં આવવાથી અનેક સ્તરે સરકારને લાભ થવાની શક્યતા છે. સૌથી મોટો ફાયદો એ છે કે સરકારી વાહનોનો દુરુપયોગ અટકશે અને એક જ અધિકારી માટે કે તેથી વધુ વાહનો ફાળવવાની પ્રથા બંધ થશે. આ ઉપરાંત ઈંધણ, વાહનોની જાળવણી, ડ્રાઈવર ખર્ચ અને અન્ય વહીવટી અર્થમાં પણ ઘટાડો થશે, પરિણામે જાહેર નાણાંનો વધુ જવાબદારીપૂર્વક ઉપયોગ થઈ શકશે.