Loading Please Wait !!!
માંડ આગળ વધ્યું ચોમાસું ! જૂન કોરોકટ; જુલાઈમાં એંધાણ

વાવાઝોડાનું એલર્ટ | 24 થી 26 જૂન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો

સીટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જૂનની આસપાસ આવતું ચોમાસું આ વર્ષે 'અલ-નીનો' પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે. સાર્વત્રિક વરસાદ ન થતાં ખેડૂતોની વાવણી જોરખાઈ છે. જોકે, આજે (૨૨ જૂન) વહેલી સવારથી સુરત શહેર અને તેના આસપાસના વિસ્તારો, વલસાડ, નવસારીના ઈલાવા-જમાલપોર, તાપીના વ્યારા-લોલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

સવારના ૯ થી ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૨૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૧.૭૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેરમાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લિંબાયતનું ગરનાળું બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં લોકો જીવના જોખમે આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે. વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વલસાડ અને મુગરાવળીને જોડતો મુખ્ય માર્ગ પરના મુધરાવાળી રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થી સહિત નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણમાં વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ છતાં પવનોની દિશા બદલાતાં ગરમીમાં ઘટાડો થવાને બદલે પારો સતત ઊંચે જઈ રહ્યો છે. રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨.૮ ડિગ્રી વધીને ૪૦.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા કાનજીમાં ગરમી અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૨૩ જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

આગામી 7 દિવસની આગાહી

  • ૨૨ જૂન: ઉત્તર ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી) તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેશે.

  • ૨૩ જૂન: વરસાદનું વ્યાપ વધશે. ઉત્તર ગુજરાતમાં માત્ર અમદાવાદ અને આણંદમાં જ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી ; સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે.

  • ૨૪ જૂન: ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સંપૂર્ણપણે સૂકું થઈ જશે. વરસાદ માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ પૂરતો જ સીમિત રહેશે.

  • ૨૫ થી ૨૮ જૂન: ચોમાસાની સિસ્ટમ ધીમી પડતાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે. માત્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો (સુરત, નવસારી, વલસાડ વગેરે) અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં જ છૂટાછવાયા વિસ્તારોમાં ફળવા લોકલ સ્પેલ આવી શકે છે.

23 જૂન બાદ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે

રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે હવામાનમાં એક વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા હોવા છતાં પવનોની દિશા બદલાવાને કારણે ગરમી ઘટવાને બદલે પારો સતત ઊંચે જઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨.૮ ડિગ્રી વધીને ૪૦.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે. રવિવારે રાત્રે પણ લઘુત્તમ તાપમાન ૨૯ નોંધાયું હતું, જેના કારણે રાત્રે પણ ભારે અકળામણ રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૩ જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં આગળ વધશે, જે બાદ જ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.