હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો રાજકોટની અમરનાથ યાત્રાની પ્રથમ ટ્રેન રવાના
સિટી ન્યૂઝ@રાજકોટ
આગામી ૩ જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે. જેને લઈને સરકાર દ્વારા અગાઉ નોંધણી કરવામાં આવી ચૂકી છે. ત્યારે આજે ૩૦ જૂન અમરનાથ યાત્રાની પ્રથમ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભક્તો બાબા બરફાનીના દર્શને જવા રવાના થયા હતા. વર્ષોથી યાત્રા કરનારા ભક્તોએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, બરફાની બાબાના દર્શન કરવાની દિવ્ય અનુભૂતિ થાય છે. અને ત્યાં પણ બોર્ડ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોવાથી કોઈ મુશ્કેલી થતી નથી. રાજકોટથી ૩૫ શ્રદ્ધાળુઓ એક ગ્રુપ અમરનાથ યાત્રા માટે રવાના થયું છે. તેઓ છેલ્લા ૫ વર્ષથી અમરનાથ યાત્રાએ જાય છે. તેમજ આ વર્ષે પણ દેવેન્દ્રભાઈ કામલિયા અને પ્રતીકભાઈ, જેઓ છેલ્લા ૨૫ વર્ષથી યાત્રા કરી રહ્યા છે, તેમની સાથે ૭૦ લોકોનું ગ્રુપ અમરનાથ જવા રવાના થયું છે. લોકો જે વાતો કરે છે તેવી કોઈ મુશ્કેલી ત્યાં હોતી નથી. સાક્ષાત શિવ સામે ઊભા હોય તેવી દિવ્ય અનુભૂતિ થાય છે ત્યાં ખૂબ જ સારી વ્યવસ્થા અને ભંડારાઓ આયોજિત કરવામાં આવે છે.