હેમુ ગઢવી હોલ ખાતે સદાબહાર ગીતોની રમઝટ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના હેમુ ગઢવી મિની ઓડિટોરિયમ હોલ, ટાગોર રોડ ખાતે આગામી ૭ જૂન ૨૦૨૬ ને રવિવારના રોજ રાત્રે ૮ થી ૧ વાગ્યા સુધી 'સદાબહાર ગીતો' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 'એક્ટિવિટી મ્યુઝિકલ ગ્રુપ' દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જૂના અને સદાબહાર ગીતો રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે, જેથી શહેરના તમામ સંગીતપ્રેમીઓ આ મહેફિલનો આનંદ માણી શકશે. કાર્યક્રમમાં ચંદ્રેશ કિંયડિયા, દીપક ત્રિવેદી, યોગ પંડ્યા, મહેશ આકેસરા, મનોજ સોની, ચેતન પંડ્યા, સંજીવ વોરા, અનિલ માવડિયા, નરેન્દ્ર ખખ્ખર, રાજેશ રૈયારેલા, પ્રબોધ બક્ષી, પરેશ ખખ્ખર, નિતિન ટાંક, કિરીટ ધોળકિયા, સંજય પારેખ, કાશ્મીરા રાઠોડ, ગીતા સોની, વર્ષા બાલચંદાણી, નયના વ્યાસ, ક્રિશ્મા નાંઢા, વૈશાલી ઠક્કર અને તેજલ ભટ્ટ સહિતના કલાકારો ગીતો રજૂ કરશે. સાઉન્ડ સિસ્ટમની જવાબદારી આશિષ રાઠોડ સંભાળશે, જ્યારે લેપટોપ ઓપરેટર તરીકે કમલેશ ભારદિયા સેવા આપશે. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય વૈભવ ચોક્સી, અશોક વાઘેલા, જયેશ ઉપાધ્યાય, સુરેશ મારુ, પૃથ્વીરાજસિંહ જાડેજા, જીજ્ઞેશ વાગડિયા, કિશોર કિંયડિયા, અશોક પારેખ, નરેન્દ્ર સોરઠિયા, હિમાંશુ પારેખ અને મિલન સોનીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત હરેશ પારેખ, રાજુ ચાંપાનેરી, કલ્પેશ પારેખ, જયસુખ પારેખ, સુરેશ ઝુંઝવાડિયા, યત્રભુજ વાગડિયા, ધીરુભાઈ પારેખ અને બીનાબેન શેઠ સહિત એન્જોય ગ્રુપ, શાલંત ગ્રુપ અને કલાઓકે ગ્રુપના સભ્યો વિશેષ ઉપસ્થિત રહેશે. વધુ માહિતી માટે આયોજક ચંદ્રેશ કિંયડિયાનો 9924076917 નંબર પર સંપર્ક કરી શકાશે.