હેમુ ગઢવી હોલ ખાતે શામ એ મહેફિલ યોજાશે
» સ્ટુડિયો સંગીત સાધના અને નયન પંચોલીના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયોજન
» કાર્યક્રમમાં મેયર નેહલ શુક્લ સહિતના અનેક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના હેમુ ગઢવી મિની હોલ ખાતે આગામી ૯ જૂન ૨૦૨૬ ને શનિવારના રોજ રાત્રે ૮.૩૦ વાગ્યે 'શામ-એ-મહેફિલ' સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંગીત અનાહીયા અને અનિલ વણઝારા દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમમાં રાજકોટના સંગીતપ્રેમીઓને મધુર ગીતો અને ગઝલો માણવા મળશે. જહાનવી સોની આ કાર્યક્રમનું સંચાલન કરી પોતાની મધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. સંગીત એક અદભુત લલિત કલા છે, જેમાં સ્વર અને લયની દૈનિક સાધનાનું વિશેષ મહત્વ છે. સંગીતજ્ઞ નયન પંચોલીના માર્ગદર્શન હેઠળ 'સ્ટુડિયો સંગીત સાધના' ના ઉપક્રમે ચુંદા કલાકારો દ્વારા ગીત-ગઝલોની શાનદાર પ્રસ્તુતિ થશે. આ કાર્યક્રમમાં ઉર્વશી પંચોલી, ચાંદની પંચોલી, ફીના હિરાણી, અમી વણઝારા, અનિલ વણઝારા, કેતન પંચોલી, રવીન્દ્ર પંડ્યા, દિલીપ ગાધિયા અને જિજ્ઞેશ મોદી સહિતના કલાકારો પોતાના સૂર રેલાવશે. કલાકારોને પ્રોત્સાહિત કરવા અને આ સંગીતમય કાર્યક્રમની શોભા વધારવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલ શુક્લ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શહેરના અગ્રણીઓ જીતુ ભટ્ટ, રમેશ રૂપપરા, પીયુષ મહેતા, અશોક ડાંગર, હેમાંગ વસાવાડા, નિતિન નથવાણી, ગુણુ ડેલાવાળા, મિતલ જેતાણી, સંજય કકક અને આશિત વણઝારા સહિતના અનેક આગેવાનો અને સ્નેહીજનો હાજર આપશે. ઉત્તમ સંગીત માણવા શહેરજનોને મોટી સંખ્યામાં પધારવા આયોજક ટીમ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.