આટકોટમાં પુત્રીને ભગાડી જવા મુદ્દે બે પરિવારો બાખડ્યા : પથ્થરમારો કરતા 10થી વધુને ઈજા
સિટી ન્યૂઝ@આટકોટ
આટકોટમાં કલાલાના બંગલા સામે રહેતી ઉષાબેન હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ સાદમિયાએ ગજું વેરસી વાઘેલા, કુલીબેન વાઘેલા, ગોવિંદ વાઘેલા, માવજી ઉર્ફે રાહુલ વાઘેલા, લત્તા વાઘેલા, નાજા વાઘેલા, મનીષા વાઘેલા, બાવકુ વાઘેલા અને ગીતા વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ચાર દીકરા છે મંગળવારે સાંજના પરિવારજનો ઘરે હાજર હતા અને ઝૂંપડું સરખું કરતા હતા ત્યારે કૌટુંબિક જેઠ રાજુભાઈ સાદમિયાના સસરા ગજું વાઘેલા અને તેમના પત્ની ઘરે આવ્યા હતા. તેની સાથે અન્ય આરોપી પણ હતાં,બાદ ગોવિંદ વાઘેલાએ કહેલ કે, તારો દિકરો મેહુલ મારી દીકરીને લઈને ભાગી ગયેલ છે. જેથી તેને કહેલ કે, મારો દિકરો મેહુલ અહીં જ છે તમે જોઈ લ્યો. જે બાદ આરોપી ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપી રસ્તા પર પડેલા નાના-મોટા પથ્થરોના ઘુક્કા ઘા અમારી ઉપર કર્યા હતાં. બાદ ફરીયાદીનાં પતિ સામાવાળાને સમજાવવા જતાં માથાના ભાગે પથ્થરના છુટા ઘા વાગેલા હતાં.ત્યાર બાદ ગોવિંદ વાઘેલાએ તેના બાઈકમાંથી લોખંડનો પાઈપ લઈ પતિને માથાના ભાગે એક ઘા ઝીંકી દેતા તેઓ નીચે પડી ગયેલ હતાં અને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
દરમિયાન તેઓને પણ શરીરના ભાગે પથ્થરના ઘા લાગેલ હતાં. ત્યાર બાદ આરોપીઓએ એક સંપ કરી પુત્રને ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલાને પગલે રાહદારી થતાં સ્થાનિકો એકત્રીત થઈ ગયા હતાં. જેથી હુમલાખોરો નાસી ગયા હતાં. જ્યારે સામાપક્ષે લત્તાબેન ગોવિંદભાઈ વાઘેલાએ મેહુલ સાદમિયા, હસુ સાઠિયા, રાહુલ સાદમિયા, દેવસંગ સાદમિયા, બાવસંગ સાદમિયા, વલ્લભ સાઠિયા, મુકેશ સાઠિયા, મયુર સાદમિયા, જગદીશ સાદમિયા અને સંજય સાઠિયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.