જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું: ભારે કરંટ સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા
સિટી ન્યૂઝ@ ધર્મેશ મહેતા-જાફરાબાદ
હવામાન વિભાગની આગાહીની અસર અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટ બેલ્ટ પર જોવા મળી રહી છે. જાફરાબાદ બંદર, ધારા બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં વહેતા પવન અને તોફાની વાતાવરણ કારણે ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના
પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરક્ષાના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તટીય વિસ્તારોમાં પણ લોકોને અવરજવર ન કરવા અને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે.