Loading Please Wait !!!
જૈન દેરાસરમાંથી 43.29 લાખની ચોરી કરી છું

  • દોઢ વર્ષથી નોકરી કરતો ઓફિસબોય
  • વર્ધમાનનગરમાં બનેલો બનાવ : રાજસ્થાની શખ્સ સામે ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટના વર્ધમાનનગર ખાતે આવેલ દેરાસરમાં છેલ્લા દોઢ વર્ષથી ઓફિસ બોય તરીકે નોકરી કરતા રાજસ્થાની શખ્સે દેરાસરમાંથી ચાંદી અને રોકડ સહિત ૩.૪૩.૨૯ લાખની ચોરી કરી નાશી જતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા દોડધામ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોઈ રોડ ઉપર રહેતા અને વર્ધમાનનગર ખાતે આવેલ જૈન દેરાસરમાં રહેતા ટ્રસ્ટ ચલાવતા હેમતભાઈ ઈન્દુલાલ શાહે ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે રાજસ્થાનના ચીતોલગઢ જિલ્લામાં રહેતો અને છેલ્લા દોઢ વર્ષથી દેરાસરમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો ભગવતીપ્રસાદ આમેટા નામના શખ્સનું નામ આપ્યું હતું ફરિયાદમાં જણાવ્યું હતું કે, જૈન દેરાસરમાં કુલ સાત ટ્રસ્ટી હોય અને દર ત્રણ માસે દેરાસરમાં આવેલા દાનનું હિસાબ કરીએ છીએ જે હિસાબમાં કબાટમાં રાખેલ ૩૫.૨૯ લાખની કિંમતની ૧૩.૮૪૦ કિ.ગ્રા. ચાંદી અને આઠ લાખ રૂપિયાની રોકડ ગુમ હોય એ અંગે તપાસ કરતા છેલ્લા દોઢ વર્ષથી ઓફિસ બોયનું કામ કરતો હતું આમેટા સીસીટીવી ફુટેજમાં શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો અને તે પૂજારીનું કામ કરતા હરેશભાઈ ગોપીભાઈ આમેટાની ભલામણથી ઓફિસ બોય તરીકે કામે રાખ્યો હોય અને છેલ્લા એક અઠવાડિયાથી વતનમાં જવાનું કહી ગયો હતો અને પરત આવેલ ન હોય અને ફોન પણ બંધ કરી દીધો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

  • » યુવરાજનગરના યુવકની રાંદરડા તળાવમાંથી શંકાસ્પદ લાશ મળી
  • » પત્ની અને સાસુ સામે હત્યાનો આક્ષેપ : પોલીસની સમજાવટથી મૃતદેહ સ્વીકાર્યો

રાજકોટમાં સામાકાઠા વિસ્તારમાં યુવરાજનગરમાં રહેતા યુવકની રાંદરડા તળાવમાંથી લાશ મળી આવતા તેના પરિવારે યુવકની તેની પત્ની અને સાસુએ હત્યા કર્યા હોવાના આક્ષેપ સાથે આરોપીઓની ધરપકડ ન થાય તો પરિવાર સાથે આત્મવિલોપન કરવાની અને લાશ સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી સમજાવટ કરતા પરિવારે લાશ સ્વીકારી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુવરાજનગરમાં રહેતો વિપુલ ભરતભાઈ રાઠોડ શનિવારે સવારે ઘેરથી નીકળ્યા બાદ પરત નહીં આવતા તેના પરિવારે શોધખોળ શરૂ કરી હતી દરમિયાન રવિવારે સવારે રાંદરડા તળાવમાંથી યુવકની લાશ મળી આવતા આજી ડેમ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી યુવકની માતા રંજનબેન ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે તેનો પુત્ર ઘેરથી નીકળ્યો હતો ત્યારે એક રિક્ષામાં તેના પુત્ર અપહરણ કરી હત્યા કરી હતી કરી લાશ તળાવમાં ફેંકી દીધી હતી અને આ હત્યામાં તેના પુત્ર વિપુલની પત્ની છેલ્લા દોઢ વર્ષથી રીસામણે હોય તેને અને તેની સાસુએ કાવતરું રચી પુત્રને પતાવી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો સાથેસાથ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો બાદમાં પોલીસની સમજાવટથી લાશ સ્વીકારી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તેમજ ફોરેન્સિક રિપોર્ટ બાદ વધુ તપાસ હાથ ધરી છે.