Loading Please Wait !!!
જસદણ તાલુકા પં.માં ભાજપના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

=> જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજ રાઠોડ દ્વારા મેન્ડેટની બજવણી

સિટી ન્યૂઝ@રાજકોટ

પ્રદેશ અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર, જસદણ તાલુકા પંચાયતમાં વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત આજરોજ રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને જસદણના પ્રભારી મનોજભાઈ રાઠોડ દ્વારા પક્ષના મેન્ડેટની (આદેશની) બજવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી સહિતના સ્થાનિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મેન્ડેટના આધારે જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકના હોદ્દાઓ માટે નવનિયુક્ત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મનોજભાઈ રાઠોડ અને ઉપસ્થિત આગેવાનોએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તેમની નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા આહવાન કર્યું હતું.