Loading Please Wait !!!
જિલ્લા પોલીસે 1.78 કરોડના ફ્રોડમાં 12 શખ્સોની ધરપકડ

  • ગૌંડલ, વિંછીયા, મેટોડા, ધોરાજી, જસદણ, પડધરીમાં ગ્રામ્ય પોલીસના દરોડા
  • કમિશન માટે બેંક ખાતાં ભાડે આપ્યા હતા : નાણા હેરાફેરીના ગુનામાં ફરાર પાંચની શોધખોળ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં સાયબર ક્રાઈમની પ્રવૃત્તિઓ અને નાણાકીય હેરાફેરી અટકાવવા માટે કડક કાર્યવાહી કરવા માટે 'ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦' હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા વિસ્તારના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એકાઉન્ટ હોલ્ડરોની સચોટ માહિતી એકઠી કરી તપાસ કરતા કુલ ૧૭ આરોપીઓની સંડોવણી બહાર આવી હતી, જેમાંથી ૧૨ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.

રાજકોટ રેન્જ ડીઆઈજી નિલિત રાય અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ઓપરેશનનો મુખ્ય હેતુ સાયબર ફ્રોડ માટે ભાડે આપેલા કે ગેરકાયદેસર રીતે ખોલાવેલા "મ્યુલ એકાઉન્ટ્સ" ને શોધી કાઢી ગુનેગારોને પકડી લેવા ઓપરેશનની વ્યૂહરચના અને આધુનિક તપાસની આ સમગ્ર સઘન કામગીરી વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિથી કરવામાં આવી હતી આ મામલે જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ ૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં વિંછીયા, ગૌંડલ, મેટોડા જી.આઈ. ડી.સી., ધોરાજી શહેર, જસદણ, ગૌંડલ તાલુકા અને પડધરી અને જેતપુર પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપીઓ ક્રિશમન મેળવીને પોતાના બેંક ખાતાઓ ઓનલાઇન છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા ગુનાહિત ટોળકીઓને ભાડે આપતા હતા ૧.૭૮ કરોડથી વધુની હેરાફેરી કરતા હોવાનું તેમજ સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ ૫૦ જેટલી અરજીઓ લિંક થયેલી મળી આવી હતી.

નાણાકીય હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા પોલીસ દ્વારા બેંક ખાતાઓની ફ્રીઝિંગ પ્રક્રિયા અને રિકવરી માટે કાર્યવાહી કરી ૯ આરોપીઓ વિંછીયાના સાગર ધીરુભાઈ ઝાપડીયા, યોગેશ મુકેશભાઈ રાઠોડ, ગૌંડલના સુલતાનશા રહેમાનશા શાહમદાર, મોસીન દાઉદ શાહમદાર, હુસેન ગફાર ફારમાણી, ભરત અરજણભાઈ રાવતણી, મેટોડાના મિતલ ગોપાલભાઈ રૂપારેલિયા, જસદણના મહિપત વિરજીભાઈ પરમાર, પડધરીના સાગર બાલકૃષ્ણભાઈ દાણીધારીયા અને ધોરાજીના હિતેશ જમન સલાટ, સોહેલ સીદીક શેખ, શકીલ યુસુફ આગાવાની ધરપકડ કરી વધુ ચારને પકડી લેવા કાર્યવાહી કરી છે.