Loading Please Wait !!!
જૂનાગઢમાં બીપીની શંકાસ્પદ દવા મુદ્દે સાગર ફાર્મા એજન્સીમાં તપાસ

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગાંધીનગરથી જૂનાગઢ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી કે બીપીની નિકાર્ડિયા રિટાર્ડ ૧૦ એમજી ટેબ્લેટના બેચ નંબર એસીજીર૬૦૦૨ દવા જૂનાગઢ સાગર ફાર્મા એજન્સીમાં પહોંચી છે. જે બાબતે જૂનાગઢની ટીમ દ્વારા તપાસ કરી ગાંધીનગર રિપોર્ટ મોكલાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી એ.એ. રાદડીયાએ જણાવ્યું કે, ગાંધીનગરથી મળેલી ચોક્કસ બાતમી મળી કે બીપીની દવાનો શંકાસ્પદ જથ્થો જૂનાગઢની સાગર ફાર્મા એજન્સીમાં પહોંચ્યો છે. જેને લઈ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વિપુલા ચૌહાણ અને તેની ટીમ દ્વારા સાગર ફાર્મા એજન્સીમાં બીપીની નિકાર્ડિયા રિટાર્ડ ૧૦ એમજી ટેબ્લેટના બેચ નંબર એસીજીર૬૦૦૨ના જથ્થાની ઉપલબ્ધતા અને વેચાણ અંગેની તપાસ કરી હતી.

એજન્સીના ગોડાઉન અને ઉપલબ્ધ સ્ટોકનું નિરીક્ષણ તેમજ સ્ટોક રજજિસ્ટરની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. આ બારીક તપાસના અંતે, સાગર ફાર્મા એજન્સી ખાતે આ બેચ નંબર એસીજી ર૬૦૦૨ ધરાવતી બીપીની નિકાર્ડિયા રિટાર્ડ ૧૦ એમજી ટેબ્લેટ દવા મળી આવી ન હતી.બાદમાં ડ્રગ્સ વિભાગની ટીમે ગાંધીનગર બાતમીની આધારે કરેલી તપાસનો તમામ અહવાલ તૈયાર કરીને ગાંધીનગર મોકલી દીધો છે એમ જણાવ્યુ છે.