સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં NRIના બંધ મકાનના તાળા તોડી 5.75 લાખની ચોરી થઈ
- ટ્રાન્સપોર્ટરની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર, મોદી સ્કૂલ પાછળ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં આવેલા એનઆરઆઈ વેપારીના ચાર મહિનાથી બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો ૫.૭૫ લાખની મતા ચોરી કરી નાસી જતા ચકચાર મચી ગઈ છે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. મૂળ રાજકોટના અને હાલ યુ. એ.ઈ.ના અજમાન સિટીમાં સ્થિત અલ-આલીયા વિલામાં રહેતા રમેશલાલ જીવનભાઈ ગાધેર ઉ.૬૨એ ચોરી અંગે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ દુબઈમાં પોતાનો ટ્રાન્સપોર્ટનો મોટો વ્યવસાય ચલાવે છે.ગત તા.૮ જાન્યુઆરીના રોજ પરિવાર સાથે દુબઈથી રાજકોટ આવ્યા હતા નાના ભાઈ જયેશભાઈના દીકરા વિશાલના લગ્ન હોવાથી તેઓ આ મકાનમાં રોકાયા હતા અને પ્રસંગ પત્યા બાદ તા.૨૭ ફેબ્રુઆરીના રોજ મકાન લોક કરીને પરત દુબઈ ગયા હતા.બાદ સાડુભાઈ જગદીશભાઈ પાણખાણીયા દર ત્રણ-ચાર દિવસે આ મકાનની સંભાળ રાખવા આંટો મારવા જતા હતા. તા.૯ જૂના રોજ સાંજે જ્યારે તેઓ મકાને પહોંચ્યા ત્યારે ઘરના મેઈન ડોર અને સેફ્ટી ડોરના તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા અને ઘરમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોતે ગત 9 તારીખે રાજકોટ આવી તપાસ કરતા ઘરમાંથી સોના ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોતે ગત 9 તારીખે રાજકોટ આવી તપાસ કરતા ઘરમાંથી સોનાના ૧-૧ ગ્રામના ૧૪ બિસ્કિટ, રોકડા ૪.૭૫ લાખ અને ૫૫ ઇંચનું એલઈડી ટીવી ચોરી થઈ ગયું હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.