શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા બુધવારે સંગીત સંધ્યાનું આયોજન
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આગામી ૧૦ જૂન, ૨૦૨૬ના રોજ બુધવારે સાંજે ૬:૦૦ થી ૯:૦૦ વાગ્યા સુધી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું આયોજન ગ્રુપના આયોજક સોનલબેન ગોસ્વામી અને સહ-આયોજક નરેન્દ્રભાઈ રાજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
આ સંગીત સંધ્યામાં કલાકારો આધારિત હિન્દી ફિલ્મોના જુના અને લોકપ્રિય ગીતો, ગુજરાતી ગીતો, ગઝલ, કોમેડી તેમજ ડાન્સિંગ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં સંગીતરસિકો માટે વિવિધ પ્રકારના મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ રાજા, સોનલબેન ગોસ્વામી, ચેતનભાઈ પંડ્યા, સંજીવભાઈ વોરા, જયેશભાઈ પોપટ, મહેશભાઈ દેસાઈ, મનસુખભાઈ ડાવેરા, ગણેશભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ નથવાણી, ગીતાબેન ગઢવી, શ્યામભાઈ પંડ્યા, નરસિંહ ઝાલા અને મનીષાબેન તેતર સહિતના ગાયકો પોતાની રજૂઆત કરશે. શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા રાજકોટના વિવિધ કલાકારો અને સંગીત ગ્રુપના સભ્યો તેમજ સંગીતપ્રેમીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.