Loading Please Wait !!!
ખેડામાં 3 ઈંચ, કડીમાં એક ઈંચ વરસાદ પડયો

ગોધરાની મેસરી નદી બે કાંઠે; કોઝ–વે બંધ

  • સીટી ન્યૂઝ@ખેડા

 

રાજ્યમાં પ્રી–મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના છૂટાછવાયા જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭૬ તાલુકામાં ૧ મિમીથી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ચોમાસાના આગમન પહેલાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં ૪.૫૭ ઈંચ વરસાદ ખાબકી ગયો છે.આજે પણ વહેલી સવારથી જ છોટા ઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા સહિતમાં વરસાદી માહોલ છે. સવારના કહી ૧૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૪૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં ૨.૯૧ ઈંચ વરસાદ ખાબક્યો છે.મોડીરાતે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા, આણંદ, અમરેલી, જામનગર, ભાવનગર, વલસાડ સહિતના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ ખાબક્યો હતો. ચોમાસાના આગમન પૂર્વે પહેલાં સામાન્ય વરસાદમાં જ કેટલાક શહેરોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. વિરમગામમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતાં. તો કડીમાં માત્ર ૧ ઈંચ વરસાદમાં ચારે તરફ પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા હતાં.