Loading Please Wait !!!
પાણી કે યુરિન ? : આરોપ : વોર્ડ નંબર-4 માં પાણીને લઈને પ્રજામાં ગુસ્સો


  • પારેવડી ચોક સુગરમિલ કમ્પાઉન્ડમાં તેમજ બેડીપરા પોસ્ટ ઓફિસ પાછળના વિસ્તારોમાં રહેતા લોકોના આક્ષેપ
  • પાણી પીવા યોગ્ય નથી

  • સ્વાસ્થ્ય માટે ખતરજનક

  • લોકોના આરોગ્ય સાથે ચેડા

  • સ્થાનિકોમાં રોષનો માહોલ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના વોર્ડ નં. ૪ વિસ્તારમાં પાણી પુરવઠાની ગંભીર સમસ્યાએ નાગરિકોને ત્રસ્ત કરી દીધા છે. પારેવડી ચોક, અમીન હુસૈનીયા સોસાયટી, સુગરમિલ કમ્પાઉન્ડ તેમજ બેડીપરા પોસ્ટ ઓફિસ પાછળના વિસ્તારોમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે તેમને મળતું પાણી એટલું ખરાબ છે કે “આ પાણી છે કે યુરિન” તે સમજવું મુશ્કેલ બની ગયું છે.

સ્થાનિકોનો આરોપ છે કે શહેરના ડેમોમાંથી પાણીની ગેરરીતિઓ ચાલી રહી છે. નેતાઓ અને કેટલાક તંત્રના લોકોની મીઠી નજર હેઠળ ડેમમાંથી પાછળના રસ્તાઓથી મોટા ટેન્કરોમાં પાણી ભરીને વેચાણ કરવામાં આવે છે. પરિણામે સામાન્ય ટેક્સ ચૂકવનાર પ્રજાને પૂરતું અને શુદ્ધ પાણી મળતું નથી.

નાગરિકોનો આક્ષેપ છે કે જાણબૂઝીને ઓછું અને ખરાબ ગુણવત્તાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેથી લોકો મજબૂરીમાં ખાનગી ટેન્કરો મંગાવે. આ સમગ્ર પ્રણાલીથી કેટલાક લોકો આર્થિક લાભ લઈ રહ્યા હોવાના ગંભીર સવાલો ઊભા થયા છે. વિસ્તારના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓએ તંત્ર સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લોકો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દાને કેટલું ગંભીરતાથી લે છે અને સામાન્ય નાગરિકોને શુદ્ધ પાણી પૂરું પાડવા માટે કયા પગલાં ભરે છે.