Loading Please Wait !!!
કોટેચા મોડલ હવે શહેરભરમાં લાગુ કરો

રાજકોટને ટ્રાફિક મુક્ત માટે ઉકેલ તૈયાર કોટેચા ચોકના બેરીકેટથી ટ્રાફિકમાં સુધારો!

જ્યાં ગેપ છે ટ્રાફિક થાય છે ત્યાં સાંજે 5 થી 9 બેરીકેટ મૂકવાથી ફાયદો થશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં સાંજના સમયે બહાર નીકળવું એટલે લોકો માટે "તોબા તોબા" જેવી સ્થિતિ બની ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના કારણે નાગરિકોને રોજિંદી જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં કોટેચા ચોક નજીક ટ્રાફિક નિયંત્રણ માટે બેરીકેડ મૂકવામાં આવ્યા હતા, જેને લઈને શરૂઆતમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પરંતુ સિટી ન્યૂઝની ટીમ દ્વારા સાંજે સતત ચાર કલાક સુધી કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં એક મહત્વપૂર્ણ હકીકત સામે આવી છે. રિપોર્ટ મુજબ, અગાઉ અંડર બ્રિજ તરફથી આવતા વાહનચાલકોને ૨૦ થી ૩૦ મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાવું પડતું હતું,

જ્યારે બેરીકેડ મૂકાયા બાદ આ સમય ઘટીને આશરે ૧૦ મિનિટ જેટલો રહ્યો છે. એટલે કે, આ પગલાંથી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે, શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે લેવામાં આવેલ આ નિર્ણય અસરકારક સાબિત થઈ રહ્યો છે. હવે માંગ ઉઠી રહી છે કે રાજકોટ શહેરના અન્ય ટ્રાફિક પ્રભાવિત વિસ્તારોમાં પણ આ પ્રકારના “કોટેચા ચોક મોડલ”નો અમલ કરવામાં આવે. જો રાજકોટને મેટ્રો શહેર તરીકે વિકસાવવું હોય, તો માત્ર તંત્રના પ્રયાસોથી નહીં પરંતુ નાગરિકોના સહયોગથી જ શક્ય બનશે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે લેવાતા આવા નિર્ણયોનો લોકો દ્વારા સ્વીકાર અને સહકાર ખૂબ જ જરૂરી છે. હાલ માટે, સાંજે ૫ થી ૯ વાગ્યા દરમિયાન ટ્રાફિકના પીક અવર્સમાં શહેરના વિવિધ “ગેપ” વિસ્તારોમાં પ્રાયોગિક ધોરણે બેરીકેડ મૂકીને ટ્રાફિક સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

બપોરે 1 થી 5 રાહત આપો

સાંઢિયા પૂલ ઉતરતા બેરીકેટ ખૂબ જ જરૂરી

  • સર્વિસ રોડ એક હોવાથી લોકો રોંગ સાઈડમાં જાય છે તે બંધ કરવું જરૂરી

  • રાજકોટને મેટ્રો સિટી બનાવવા આકરા નિર્ણય જરૂરી