Loading Please Wait !!!
કીર્તિ પટેલની ધરપકડ

બદનક્ષી–ધમકીના ગુનામાં સુરેન્દ્રનગરથી પોલીસે પકડી

  • સિટી ન્યૂઝ@રાજકોટ

અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં ફરી એકવાર કાયદાનો સકંજો કસાયો છે. સોશિયલ મીડિયા પર પરિવારની બદનક્ષી કરવા અને ધમકી આપવાના ગુનામાં પુણા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ કરી છે. ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે કીર્તિ પટેલ તથા ભાવનગરની સરસ્પેન્ડર્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર ફલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં આજે (૩૦ જુલાઈ) પોલીસે કીર્તિ પટેલને દબોચી સુરત લાવી હતી. પોલીસ સ્ટેશન બહાર કીર્તિએ ભારે હોબાળો

કરતા ધક્કામારીને સ્ટેશનમાં લઈ જવી પડી હતી.નવા એકાઉન્ટ અને ધમકીના પ્રશ્ન અંગે તેમણે સ્પષ્ટ કર્યું છે, મહિલા PSI દ્વારા આ અંગે તપાસ ચાલી રહી છે. સામાન્ય રીતે વીડિયો બનાવવો એ ગુનો નથી, પરંતુ કયા હેતુથી વીડિયો બનાવીને કોને ટાર્ગેટ કરાય છે અને પૈસા પડાવવાનો પ્રયાસ થાય છે કે કેમ ? તે બાબતો ધ્યાને રાખીને જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. અગાઉના ગુનાઓમાં આરોપી જામીનની શરતોનું ઉલ્લંઘન કરતી હોવાથી જામીન રદ કરવા માટે પણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી દેવાયો છે અને બીજી આરોપીને ઝડપી પાડવા પ્રયાસો ચાલુ છે.

  • સુરત પોલીસ ખેંચીને લઈ જતા કહ્યું કેમ ભાઈ પૈસા લીધા છે ફરિયાદના? સાહેબ આમ ના હોય
  • કેસમાં કીર્તિ પટેલની સાથે નયના બારૈયા પણ સામેલ: DCP

આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNSની ધારા ૨૯૬(b) (અશ્લીલ શબ્દોનો ઉપયોગ), એક્સટોર્શન, માનહાિન, ગુનાહિત ધમકી અને ગુનાહિત પત્રયંત્ર સહિત IT એક્ટની કલમ ૬૭ હેઠળ એક ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં કીર્તિ પટેલ અને નયના બારૈયા સામેલ છે. ગુનાની વિગત આપતાં તેમણે જણાવ્યું કે, આરોપી કીર્તિ પટેલે નયના બારૈયા સાથે મળીને ૧૨ લાખ લઈને રેપની ફરિયાદમાં સેટલમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, ફરિયાદી રાજુ ભુવા ભમ્મર પાસેથી અલગ-અલગ સમયે દોઢ વર્ષના ગાળામાં કુલ ૩ કરોડ ૧૨ લાખ પડાવી લેવામાં આવ્યા છે. તપાસ બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને રંગદારીની કલમ ઉમેરવામાં આવી હતી અને બંને આરોપીઓને નોટિસ પાઠવાઈ હતી. ત્યારબાદ જુનાગઢ તરફથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જેને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કામગીરી કરાશે. આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે વાત કરતા ડીસીપીએ જણાવ્યું કે, કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ તોડ-એક્સટોર્શનનો ગુનો નોંધાયેલો છે. તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે ખોટા મેસેજ અને વીડિયો વાયરલ કરતી હોવાથી, કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનું એકાઉન્ટ ડૉઈક્ટિવેટ કરવામાં આવ્યું છે.